રોહિત એક શાનદાર કેપ્ટન છે. પરંતુ મેદાન પર રમત વખતે વધારે આક્રામક દેખાવવાની જરૂર છે.: કપિલ દેવ

  • નજીક આવી રહ્યો છે વનડે વર્લ્ડ કપ 
  • વર્લ્ડ કપ પહેલા કપિલ દેવની રોહિતને સલાહ
  • જાણો રોહિત શર્મા વિશે શું કહ્યું…

ICC વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી ભારતમાં થશે. ક્રિકેટ ઈતિહાસમાં પહેલી વખત આ મેગા ઈવેન્ટની યજમાની કરનાર ભારતના ઉપર ટ્રોફી જીતવાનું દબાણ રહેવાનું છે. ટીમ ઈન્ડિયાએ જ્યારે છેલ્લી વખત વર્ષ 2011માં વનડે વર્લ્ડ કપ પોતાના દેશમાં રમ્યો હતો તો ટ્રોફી પોતાના નામે કરી હતી. 

હવે ટીમની પાસે ત્રીજી વખત ટ્રોફીને જીવનાની સારી તક છે. આ મેગા ઈવેન્ટ પહેલા વર્ષ 1983માં ભારતીય ટીમને પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયન પોતાની કેપ્ટન્સીમાં બનાવનાર કપિલ દેવે હાલના ભારતીય કેપ્ટન રોહિત શર્માને એક મહત્વની સલાહ આપી છે. 

પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે રોહિત એક શાનદાર કેપ્ટન છે. પરંતુ મેદાન પર રમત વખતે વધારે આક્રામક દેખાવવાની જરૂર છે. તેમણે ઈંગ્લેન્ડની બેઝબોલ રણનીતિ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી. ટીમ ઈન્ડિયાને વનડે વર્લ્ડ કપમાં પોતાનો પહેલો મુકાબલો 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમવાનો છે. 

કપિલ દેવે પોતાના નિવેદનમાં ઈંગ્લેન્ડની બેઝબોલ રણનીતિને લઈને કહ્યું તે ખૂબ જ શાનદાર છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાયેલી હાલની એશેઝ સીરિઝ ખૂબ જ રોમાંચક હતી. જે આપણે બધાએ ઘણા લાંબા સમય બાદ આવી સીરિઝ જોઈએ. મને લાગે છે કે ક્રિકેટ એવી રીતે રમાવવું જોઈએ. જ્યાં સુધી ટીમ ઈન્ડિયાની આ રણનીતિમાં રમવાની વાત છે બધી ટીમને પોતાની અલગ અલગ રણનીતિ હોય છે અને બધાનો ઈરાદો મેચ જીતવાનો હોય છે. 

વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ખિતાબ જીતવાના ચાન્સના સવાલ પર કપિલ દેવે કહ્યું કે ટીમને પહેલા ટોપ-4માં પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેના બાદ જ તેમણે આગળની પ્લાનિંગ કરવી જોઈએ. તમારે સેમીફાઈનલ જેવા મુકાબલામાં કિસ્મતની પણ જરૂર હોય છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ ટોપ-4માં પહોંચવાની છે.