ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા હવે બાંગ્લાદેશ સામે એક્શનમાં જોવા મળશે. તાજેતરમાં જ તેમની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ટી 20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. વર્લ્ડ કપની જીત બાદ તેણે ટી 20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની પણ જાહેરાત કરી હતી. જો કે તેની રમતને જોતા એવું કહી શકાય કે રોહિત શર્મા આગામી કેટલાક વર્ષો સુધી વનડે અને ટેસ્ટ ફોર્મેટ રમશે. રોહિત શર્મા હાલમાં 37 વર્ષનો છે, પરંતુ સવાલ એ છે કે જો રોહિત શર્મા આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અથવા આગામી થોડા વર્ષોમાં ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લે છે, તો તેની જગ્યાએ કયા ખેલાડીને કેપ્ટન બનાવવો જોઈએ.
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુના મતે, જસપ્રીત બુમરાહ રોહિત પાસેથી ટેસ્ટ કેપ્ટનશિપ લેવા માટે ભારત માટે યોગ્ય ઉમેદવાર છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ઈન્ડિયા ટીવી સાથેની ખાસ વાતચીતમાં રાયડુએ કહૃાું કે જસપ્રીત બુમરાહ રોહિત શર્મા અને વિરાટ કોહલીની જેમ સુપરસ્ટાર ક્રિકેટર છે. તે કેપ્ટનશિપ માટે પણ યોગ્ય છે અને ભવિષ્યમાં ભારતનો કેપ્ટન બની શકે છે. રોહિત પછી મને લાગે છે કે બુમરાહ ભારતનો આગામી ટેસ્ટ કેપ્ટન બની શકે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી બુમરાહે એક ટેસ્ટ અને બે ટી20 મેચમાં ભારતની કેપ્ટનશીપ કરી છે. ભારત એકમાત્ર ટેસ્ટ મેચ હારી ગયું જેમાં તે કેપ્ટન હતો, જ્યારે આયર્લેન્ડ સામેની ટી 20માં બુમરાહે બંને મેચ જીતી હતી.
અંબાતી રાયડુએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આગામી ટેસ્ટ શ્રેણી વિશે પણ ખુલીને વાત કરી હતી. તેમનું માનવું છે કે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ મુલાકાતી ટીમના સ્પિન પડકારનો સામનો કરવામાં સક્ષમ હશે અને હોમ ટીમને સમર્થન આપતાં કહૃાું કે તેઓ ટેસ્ટ ફોર્મેટમાં તેમના ઘરેલું મેદાન પર તેમની જીતનો સિલસિલો ચાલુ રાખશે. રાયડુએ કહૃાું કે ભારતીય ટીમ ચોક્કસપણે વધુ સારી રીતે તૈયાર હશે. તેઓ જે પડકારનો સામનો કરે છે તેનાથી તેઓ વાકેફ છે. મને લાગે છે કે બાંગ્લાદેશ સામેની શ્રેણી જીતવા માટે ભારત ચોક્કસપણે ફેવરિટ છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરે ચેન્નાઈમાં પ્રથમ ટેસ્ટ મેચ રમશે.