રોહન ગુપ્તાએ ગુપ્ત માહિતી લીક કરી દીધી,કોગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી

અમદાવાદ, કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા દ્વારા પક્ષમાંથી એકાએક રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ શરૂ થવા પામી છે. ત્યારે આ સમગ્ર બાબતે કોંગ્રેસનાં પ્રવક્તાએ નિવેદન આપ્યું હતું કે, રોહન ગુપ્તાએ કોંગ્રેસ સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે. તેમનાં વ્યવહાર અંગે કોંગ્રેસ પક્ષ પહેલાથી જાણતું હતું.

અમદાવાદ પૂર્વ લોક્સભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ હવે પક્ષમાંથી પણ રાજીનામું આપ્યું છે. ત્યારે રોહન ગુપ્તાના આરોપોને લઇને કોંગ્રેસના આગેવાનો ઉગ્ર બન્યા છે. કોગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ રોહન ગુપ્તા પર આરોપ લગાવ્યો કે, ’રોહન ગુપ્તાના વ્યવહાર અંગે કોંગ્રેસ પક્ષ પહેલેથી જ જાણતો હતો. કોંગ્રેસે રોહન ગુપ્તાના નામની ફક્ત જાહેરાત કરી, પણ ટિકિટ આપી નહોતી. મનીષ દોશીએ એમ પણ જણાવ્યું કે અગાઉ પક્ષની બેઠકમાંથી રણનીતિઓ તથા સ્લોગન સહિતની ગુપ્ત માહિતીઓ લીક થતી હતી.

કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસનાં મુખ્ય પ્રવક્તા ર્ડા. મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું હતું. રોહન ગુપ્તાએ કોંગ્રેસ સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે. સ્ક્રિપ્ટ પ્રમાણે રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું હતું. તેમનાં વ્યવહાર અંગે કોંગ્રેસ પક્ષ પહેલાથી જાણતું હતું. રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું તે કોંગ્રેસ માટે સારી વાત છે.

રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું તેમનાં આરોપ પાયા વિહોણા છે. ત્રણ વર્ષથી કોંગ્રેસે કોરાણે મુક્યાએ વાત સાચી છે. રાજ્યસભાની ચૂંટણીમાં રોહન ગુપ્તાએ બેંગ્લોર જવાની વાત લીક કરી હતી. અનેક રાજકીય વિશ્ર્વેષકોએ પણ આક્ષેપ કર્યા છે. કોંગ્રેસને ખબર હતી કે તેઓ પક્ષ છોડીને જવાના હતા. અમારા કાર્યકરો ફટાકડા ફોડે તો નવાઈ નહી. કોંગ્રેસનો ઉપયોગ કરીને પદ અને પ્રતિષ્ઠા મેળવી હતી. ટીકીટ મળી અને પિતાની તબિયતની વાત કરીને રાજીનામું આપ્યું. ટાઈમ લાઈન નક્કી હતી એ મુજબ રાજીનામું આપ્યું છે. રાષ્ટ્રીય સ્તરે પણ એમના વિશે અમને વિગતો મળી હતી. અમે રોહન ગુપ્તાને પાર્ટીની ઘણી વાતોથી દૂર રાખ્યા હતા. ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાશેએ ખાતરી છે.