રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી તમામ પદો પરથી રાજીનામાં આપી દીધા

અમદાવાદ,લોક્સભા ચૂંટણીની ઘોષણા થઇ ગયા બાદ કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પર ઉમેદવાર તરીકે રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યુ હતુ. જો કે બાદમાં રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાથી સ્પષ્ટ ઇક્ધાર કરી દીધો હતો. પોતાના પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણીનું મેદાન છોડ્યું હોવાનું કારણ આગળ ધર્યુ હતુ. જો કે હવે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી તમામ પદો પરથી આપ્યુ રાજીનામુ આપી દેતા કોંગ્રેસને ખૂબ મોટો ઝટકો મળ્યો છે.

રોહન ગુપ્તા છેલ્લા ૧૩ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય હતા. અંતે આજે રોહન ગુપ્તાએ મલ્લિકાર્જુન ખરગેને પોતાનું રાજીનામું મોકલી આપ્યુ છે. મળતી માહિતી પ્રમાણે ચૂંટણી લડવાનો ઇક્ધાર કર્યા બાદ કોંગ્રેસ નેતાઓ દ્વારા સતત તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા અથવા તેમની છબી ખરડવા માટે સતત સોશિયલ મીડિયા પર અથવા તો પર્સનલમાં પણ વાતો કરવામાં આવી રહી હતી. આ અંગેના આક્ષેપ રોહન ગુપ્તાએ અગાઉ મીડિયા સમક્ષ કરેલા છે.

મીડિયાની સામે રોહન ગુપ્તાએ કોંગ્રેસના કેટલાક નેતાઓને નિશાને લીધા હતા. નેતાઓનું નામ તો ન લીધું, પરંતુ ગદ્દારીનું લેબલ આપનાર નેતાને રોહન ગુપ્તાએ ચેતવણી જરૂર આપી દીધી હતી. રોહન ગુપ્તાએ કહ્યું હતુ કે, ગદ્દારીના મેસેજ કરનાર જોઈ વિચારીને વાત કરે “મને કોઈએ પણ વફાદારીનું સટફિકેટ આપવાની જરૂર નથી”

બે દિવસ પહેલા રોહન ગુપ્તાએ સોશિયલ મીડિયા એક્સ દ્વારા ચૂંટણી લડવા માટે અસક્ષમ હોવાનુ જણાવ્યુ હતુ. રોહન ગુપ્તાએ જણાવ્યુ હતુ કે પિતાની અત્યંત કથળેલા સ્વાસ્થ્યને કારણે તેઓ અમદાવાદ પૂર્વ બેઠક પરથી તેમની ઉમેદવારી પરત ખેંચે છે અને આ સ્થિતિમાં નૈતિક રીતે તેઓ આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ હોવાનુ જણાવ્યુ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ પાર્ટી એ બેઠક પરથી જે કોઈપણ ઉમેદવાર જાહેર કરશે તેમને તેનું સંપૂર્ણ સમર્થન રહેશે.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવા તૈયારી દર્શાવી છે. અમિત નાયકે કહ્યું કે પક્ષને જો જરૂર હશે તો ચોક્કસ તેઓ અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડશે.

અમદાવાદ પૂર્વ બેઠક ભાજપનો ગઢ છે. શહેરી વિસ્તારમાં ભાજપને હરાવવું ખુબ જ પડકારજનક છે, ત્યારે હવે કોંગ્રેસ અમદાવાદ પૂર્વ બેઠક માટે નવા ઉમેદવારની પસંદગી કરવી પડશે. રોહન ગુપ્તાના ચૂંટણી લડવાથી કરેલા ઈક્ધારથી કોંગ્રેસની આંતરીક જુથબંધી પણ સપાટી પર આવી ગઇ છેપત્યારે હવે અમદાવાદ પૂર્વ પર કોણ હશે કોંગ્રેસનો ઉમેદવાર તેના પર તમામ લોકોની નજર મંડાઇ છે.