રોબોટની રોમેન્ટિક સ્ટોરીમાં ક્રિતી અને શાહિદની જોડી રંગ જમાવશે

મુંબઇ,

ક્રિતી સેનન હાલ વરુણ ધવન સાથેની ફિલ્મ ભેડિયાના પ્રમોશનમં બિઝી છે. ભેડિયાનું પ્રમોશન પૂરું થતાની સાથે જ ક્રિતી નવો પ્રોજેક્ટ હાથ પર લેવાની છે. ક્રિતીની અપકમિંગ ફિલ્મમાં શાહિદ કપૂર પણ લીડ રોલમાં છે. રોબોટની રોમેન્ટિક લવ સ્ટોરી દર્શાવતી આ ફિલ્મમાં સાયન્સ અને ફિક્શનની સાથે રોમાન્સ-કોમેડીની રંગત જોવા મળશે.

રિપોર્ટ્સ મુજબ, ’ભેડિયા’ના પ્રમોશનમાંથી નવરાશ મળ્યા બાદ ક્રિતી આ ફિલ્મમાં વ્યસ્ત થઈ જશે. આ ફિલ્મને યુનિક રોમેન્ટિક કોમેડી કહેવામાં આવે છે. દિનેશ વિજાન ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે અને અમિત જોશી આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મમાં ક્રિતી લેડી રોબોટના રોલમાં જોવા મળશે. વરુણ ધવન સાથેની ભેડિયા રિલીઝ થયા બાદ ક્રિતી પાસે આદિપુરુષ, શેહઝાદા અને ગણપત જેવી ફિલ્મો છે. આ ઉપરાંત કરીના કપૂર ખાન અને તબુ સાથેની ધ ક્રૂમાં પણ ક્રિતી જોવા મળશે. શાહિદ કપૂર આગામી સમયમાં ઓટીટી ડેબ્યુ કરી રહ્યો છે, જેનું નામ ફર્ઝી છે. અલી અબ્બાસ ઝફરની ફિલ્મ બ્લડી ડેડીમાં પણ શાહિદનો લીડ રોલ છે. જર્સીની નિષ્ફળતા બાદ, શાહિદ પાસે ખાસ પ્રોજેક્ટ રહ્યા નથી, જ્યારે ક્રિતીની ફિલ્મો ધડાધડ આવી રહી છે.