સુરત, શર્મનાક ઘટના સામે આવી હતી.જેમએક એમ્બ્યુલન્સ માં પ્રેમલીલા ચાલતી હોવાનું સામે આવ્યું હતું.એમ્બ્યુલન્સમાં ચાલી રહેલા આ અભદ્ર વર્તન ને એક વાહન ચાલકે પોતાના મોબાઈલ માં કંડારી વાયરલ કર્યું હતુ.
એમ્બ્યુલન્સમા કાચને ઝાંખા રાખવામાં આવે છે કારણ કે તેમાં જે દર્દી હોય તેમની પ્રાથમિક્તા માટે કાચ તે પ્રકારના બનાવવામાં આવે છે. પરંતુ સુરતના એક વાયરલ વીડિયો માં આ કંચનો ગેરફાયદો ઉઠાવતું એક કપલ સામે આવ્યું હતું જેમાં ચાલી રહેલી એમ્બ્યુલન્સમાં બને પ્રેમ લીલા કરતા હતા બને ને એમ હશે કે કાચ અલગ પ્રકારનો છે જેથી કોઈ જોઈ શકશે નહીં પરંતુ રોડ પર નીકળેલી એમ્બ્યુલન્સમાં આ બંનેના નખરા સાફ દેખાઈ રહ્યા હતા.
આ વીડિયો ત્યાંથી પસાર થતા એક વાહન ચાલકે પોતાના મોબાઈલ માં.કેદ કરી લીધો હતો.જોકે એમ્બ્યુલન્સ માં આ પ્રકારે પ્રેમ લીલા કરવું કેટલું યોગ્ય. વાહન ચાલકો અને રાહદારીઓ એમ્બ્યુલન્સ સમજી તાત્કાલિક જગ્યા આપી દેતા હોય છે પરંતુ આવા વાહન ચાલકોના કારણે લોકો ને શર્મ નો અનુભવ થઈ રહ્યો હતો.આ એમ્બ્યુલન્સ સુરતની ખાનગી હોસ્પિટલ ની હોવાનું સામે આવ્યું હતું.હાલ હોસ્પિટલ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.જો તપાસ થાય તો આ બને કોણ હતા તે માલુમ પડી શકે તેમ છે.