રાજદના કાર્યક્રમમાં એક મહિલાએ ’નરેન્દ્ર મોદી ઝિંદાબાદ’ના નારા લગાવ્યા ત્યારે કાર્યર્ક્તાઓએ પિટાઇ કરી

મુઝફરપુર, બિહારના મુઝફરપુરમાં રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના કાર્યક્રમમાં એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ જ્યારે એક મહિલાએ કાર્યક્રમની વચ્ચે જ ’નરેન્દ્ર મોદી ઝિંદાબાદ’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું. નાની બાળકીની સાથે રહેલી મહિલાએ કાર્યક્રમની વચ્ચે જ નરેન્દ્ર મોદી ઝિંદાબાદના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું, ત્યારબાદ RJD કાર્યર્ક્તાઓ ગુસ્સે થઈ ગયા હતા અને મહિલા પર હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે બુધવારે મુઝફરપુરના ગોબરસાહી ચોક સ્થિત એક હોટલના ઓડિટોરિયમમાં આરજેડીનું કાર્યર્ક્તા સંવાદ સંમેલન હતું જેમાં બિહાર સરકારના કૃષિ મંત્રી કુમાર સરબજીત, મુખ્ય પ્રવક્તા ભાઈ વીરેન્દ્ર અને પૂર્વ મંત્રી બ્રિશન પટેલ અને ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ભારે ભીડ હતી અને તે ભીડમાં રાષ્ટ્રીય જનતા દળના નારા લગાવવામાં આવી રહ્યા હતા. રાષ્ટ્રીય જનતા દળના નારા વચ્ચે, ત્યાં એક અલગ જ નારા ગુંજવા લાગ્યા – વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જય. આ સાંભળીને ત્યાં હાજર તોફાની આરજેડી કાર્યર્ક્તાઓએ મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો પરંતુ તેણીએ હજુ પણ નારા લગાવવાનું ચાલુ રાખ્યું. મહિલા સાથે એક નાની બાળકી પણ હતી, તેમ છતાં આરજેડી કાર્યર્ક્તાઓએ તેને ઘેરી લીધી અને તેની સાથે ગેરવર્તન શરૂ કર્યું. આટલું જ નહીં, નરેન્દ્ર મોદીએ મહિલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ શરૂ કર્યા. આરજેડી કાર્યર્ક્તાઓએ આ દરમિયાન લાલુ ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતા. જોકે, પત્રકારોના પ્રયાસોને કારણે મહિલાને બચાવી શકાઈ અને તે સુરક્ષિત બહાર નીકળી શકી. આ દરમિયાન મહિલા પીએમ મોદીના સમર્થનમાં નારા લગાવતા અંત સુધી અડગ રહી.