મુંબઇ, એક્ટર રિતેશ દેશમુખ, પત્ની જેનેલિયા અને પોતાના બન્ને બાળકોની સાથે અયોધ્યા પહોંચ્યા અને રામલલાના દર્શન કર્યા. રિતેશ દેશમુખ અને તેમની ફેમિલીની અયોધ્યા રામ મંદિરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
એક્ટર અને ફિલ્મમેકર રિતેશ દેશમુખે પોતાના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં એક તરફ તે પરિવારની સાથે હાથ જોડીને દર્શન કરી રહ્યા છે તો બીજી બાજુ રામલલાની ઝલક દેખાઈ રહી છે.
એક્ટર રિતેશ દેશમુખ, પત્ની જેનેલિયા અને પોતાના બન્ને બાળકોની સાથે અયોધ્યા પહોંચ્યા અને રામલલાના દર્શન કર્યા. રિતેશ દેશમુખ અને તેમની ફેમિલીની અયોધ્યા રામ મંદિરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
રિતેશ દેશમુખે ઈન્સ્ટાગ્રામ પર રામમંદિર દર્શનના ફોટોની સાથે એક કેપ્શન પણ શેર કર્યું છે. રિતેશે લખ્યું- મંત્રોથી મોટુ તારૂ નામ- જય શ્રીરામ! રામલલાના દર્શન કરીને બ્લેસ્ડ છે. આ ઉપરાંત તેમના બીજા પણ ઘણા ફોટો વાયરલ થઈ રહ્યા છે.
ફોટોમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખ, રામ મંદિરના પુજારી સાથે મુલાકાત કરતા દેખાઈ રહ્યા છે. પુજારીએ રિતેશ અને જેનેલિયાને ભેટ આપીને તેમનું સ્વાગત કર્યું. પીળા કુર્તામાં રિતેશ અને સફેદ સૂટમાં જેનેલિયાના ફોટો વાયરલ થઈ રહ્યા છે. રિતેશ દેશમુખ ૧૯ એપ્રિલે ક્રિકેટ મેચ જોવા માટે લખનૌઉ ગયા હતા. એવામાં એક્ટર ફેમિલીની સાથે અયોધ્યા પહોંચ્યા અને રામલલાના દર્શન કર્યા.