મુંબઇ,
ન્યુઝીલેન્ડમાં બીજો દાવ, બીજી નિષ્ફળતા. માત્ર ૨૫ રન સાથે રિષભ પંત પેવેલિયન પરત ફર્યો હતો. ક્રાઈસ્ટચર્ચમાં તેની પાસે સારા સ્કોરની આશા હતી. તમને ૧૩મી ઓવરમાં જ ક્રિઝ પર ઉતરવાની તક મળી હતી. એટલે કે, વિકેટ બચાવી અને મોટી ઈનિગ્સ રમવાની તેની પાસે પુરી તક હતી પરંતુ આ તક પણ તે પચાવી શક્યો નહિ આશ્ર્ચર્યજનક વાત એ છે કે, એવા બોલરની ઝપેટમાં આવ્યો જેને આ મેચ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર ૧૧.૧ ઓવર બોલિંગ કરવાનો અનુભવ હતો.
રિષભ પંત ડેરીલ મિશેલને ગ્લેન ફિલિપ્સના હાથે કેચ આઉટ કરીને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. આ દરમિયાન તેમણે ૧૬ બોલ રમ્યા અને માત્ર ૧૦ રન બનાવ્યા હતા આવી જ રીતે તેણે ૩ વનડે મેચની સિરીઝની ૨ ઈનિગ્સમાં માત્ર ૨૫ રન બનાવી શક્યો હતો. તમને જણાવી દઈએ કે, નેપિયરમાં રમાયેલી પ્રથમ વનડેમાં પંતે ૧૫ રન બનાવ્યા હતા. રિષભ પંતના પરફોમન્સમાં સતત ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને આજ કારણ છે કે, તેના પર સવાલ ઉઠી રહ્યા છે. તે સારું પ્રદર્શન કરી શકે તેના માટે તેને આજે નંબર ૪ પર મેદાનમાં ઉતાર્યો હતો પરંતુ પ્રદર્શન સારું રહ્યું નહિ.
શશિ થરુરે પણ રિષભ પંત પર નિશાન સાયું છે.પરંતુ આ પહેલા જ્યારે પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરવામાં આવી ત્યારે દેશના પ્રખ્યાત નેતા શશિ થરૂરે તેની બેટિંગ પર સવાલો ઉઠાવ્યા અને પસંદ ન થવા પર સંજુ સેમસન પર નિશાન સાયું.થરૂરે ટ્વીટ કરીને લખ્યું, “રિષભ પંત સારો ખેલાડી છે પરંતુ તે છેલ્લી ૧૧ માંથી ૧૦ ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યો છે. જ્યારે સંજુ સેમસનની છેલ્લી ૫ ઇનિંગ્સમાં ૬૬ની એવરેજ છે. છેલ્લી ૫ ઇનિંગ્સમાં રન બનાવવા છતાં તે બેન્ચ પર બેઠો છે. આને ગંભીરતાથી લેવાની જરૂર છે.”