રિકી પોન્ટિંગની તબિયત અચાનક લથડી: મેચમાં કોમેન્ટરી દરમિયાન છાતીમાં દુખાવો થયો, હોસ્પિટલમાં દાખલ

પર્થ,

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે. હૃદય સંબંધિત સમસ્યાને કારણે પોન્ટિંગને પર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડીઝ મુકાબલામાં પોન્ટિંગ કોમેન્ટેટર તરીકે હાજર હતો.

ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, તેમના સહયોગીએ હાલ પોન્ટિંગની હાલત સ્થિર હોવાની માહિતી આપી છે. પોન્ટિંગ હવે ત્રીજા સેશનની કોમેન્ટરી નહીં કરે. અહેવાલો અનુસાર, પોન્ટિંગે પોતે અસ્વસ્થતા અનુભવતાં તેના સાથીદારોને જણાવ્યું હતું અને કેટલાંક લક્ષણો અનુભવ્યા બાદ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ જ વર્ષે ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પિનર ??શેન વોર્નનું હાર્ટ-એટેકથી નિધન થયું હતું

ચેનલ સેવનના પ્રવક્તાએ ફોક્સ સ્પોર્ટ્સને ટાંકીને જણાવ્યું હતું કે રિકી પોન્ટિંગની તબિયત ખરાબ છે અને તે આજના બાકીના કવરેજ માટે કોમેન્ટરી કરશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોન્ટિંગની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. તેમણે પોતે જ તેના સાથીદારોને અસ્વસ્થતા વિશે જણાવ્યું હતું અને કેટલાંક લક્ષણો વિશે ચિંતિત થયા પછી ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો.

પોન્ટિંગની તબિયત અચાનક બગડવી એ પણ ભયજનક છે, કારણ કે આ વર્ષે ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર ??શેન વોર્નનું થાઈલેન્ડમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. પોન્ટિંગ આ મામલે કોઈ બેદરકારી રાખવા માગતો નહોતો અને તેણે હોસ્પિટલ જવાનું નક્કી કર્યું. પોન્ટિંગની ગણના ઓસ્ટ્રેલિયાના શ્રેષ્ઠ સુકાનીઓમાં થાય છે. તેમની કપ્તાની હેઠળ ઓસ્ટ્રેલિયન ટીમ વન-ડેમાં બે વખત (૨૦૦૩, ૨૦૦૭) વિશ્ર્વ ચેમ્પિયન બની હતી.

પોન્ટિંગે આંતરરાષ્ટ્રીય કરિયરમાં ૧૬૮ ટેસ્ટ, ૩૭૫ વન-ડે અને ૧૭ ૨૦ રમી છે. ટેસ્ટમાં તેમના નામે ૧૩,૩૭૮ રન, વન-ડેમાં ૧૩,૭૦૪ રન અને T ૨૦માં ૪૦૧ રન છે. ટેસ્ટમાં પોન્ટિંગના નામે ૪૧ સદી અને ૬૨ અર્ધસદી, વન-ડેમાં ૩૦ સદી અને ૮૨ અર્ધસદી અને ટી ૨૦માં બે અર્ધસદી છે. આ સિવાય પોન્ટિંગે ટેસ્ટમાં પાંચ અને વન-ડેમાં ત્રણ વિકેટ પણ લીધી છે.