રીચા પાર્ટિકલ બોર્ડ પ્રાઇવેટ લિમિટેડ માતર જીઆઈડીસી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્ર્મ કરવામાં આવ્યો

નડિયાદ,લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ માટે SVEEP કાર્યક્ર્મ કરવામાં આવે છે. તેને અનુલક્ષીને જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી નડીયાદ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, નડીયાદના સંયુક્ત ઉપક્રમે માતર વિધાનસભા, સમાવિષ્ટ રીચા પાર્ટિકલ બોર્ડ પ્રાઇવેટ લિમિટેડ માતર જીઆઈડીસી ખાતે મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્ર્મ કરવામાં આવ્યો અને દરેક કામદારોએ અચૂક મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી માર્ગદર્શન આપવામાં આવ્યું.