રીબડાના અનિરૂધસિંહ જાડેજા દ્વારા રાજકોટના ઉદ્યોગપતિને માનહાની અંગે ફટકારાતી નોટીસ : ૫૦ કરોડનો દાવો

રાજકોટ,

વિધાનસભા ની ચુંટણીઓ ને પત્યે ત્રણમાસ જેવો સમય વિતવા છતા ગોંડલની બહુ ચચત ચુંટણીના પડઘા હજુ સમ્યા ના હોય તેમ રીબડા મા જાહેરસભામાં ઉદ્યોગપતિ દ્વારા રીબડાના અનિરૂધસિંહ મહિપતસિંહ જાડેજા વિરૂધ અપાયેલા કથીત પ્રવચન અંગે અનિરૂધસિંહ જાડેજાએ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ભગવાનજીભાઈ સગપરીયા ને રુ.૫૦ કરોડ ના માનહાનિ દાવા અંગે એડવોકેટ દ્વારા નોટીસ ફટકારતા થોડો સમય શાંત રહેલુ ગોંડલ ફરી ખળભળી ઉઠ્યુ છે.

અનિરૂધસિંહ જાડેજાના એડવોકેટ દિનેશભાઈ પાતર દ્વારા રાજકોટ ના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ભગવાનજીભાઈ સગપરીયા ને નોટીસ પાઠવી જણાવ્યુ કે અનિરૂધસિંહ જાડેજા ક્ષત્રીય સમાજના આગેવાન છે.અનેક સેવાકીય અને સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.સમાજ મા માન,મોભો અને પ્રતિષ્ઠા ધરાવે છે.ત્યારે ગત તા ૨૬/૧૨/૨૨ ના રીબડા ખાતે પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા ધારાસભ્ય ગીતાબા જાડેજા ની હાજરી મા યોજાયેલી જાહેર સભા મા તમે અનિરૂધસિંહ તથા તેમના પરિવાર અંગે બદનક્ષીજનક ટીપ્પણીઓ કરેલ હતી,જે વર્તમાન પત્રો સહીત મીડીયા મા બહોળી પ્રસિદ્ધિ પામી હતી.આમ જાહેરમાં અસભ્ય ભાષા તથા અપમાનજનક શબ્દો દ્વારા અનિરૂધસિંહ તથા તેમના પરિવારના ચરિત્ર ને હલકુ દાખવવા કુચેષ્ટા કરાઇ છે.

વધુમાં ક્ષત્રીય તથા પટેલ સમાજ વચ્ચે વૈમનસ્ય સર્જાય,પટેલ સમાજના યુવાનો અમારા અસીલને દુશ્મનની નજરથી જુએ તથા તેમની હત્યા કરવા પ્રેરાય તેવા ભડકાઉ શબ્દો પ્રયોગ તમારા દ્વારા કરાયા હતા. આમ આપ દ્વારા અનિરૂધસિંહ તથા તેઓના પરીવારને માનસિક ત્રાસ તથા પ્રતિષ્ઠાને હાની પહોંચી હોય નુકશાન પેઠે રૂ.૫૦ કરોડનુ વળતર નોટીસ મળ્યે દિવસ સાત મા ભરપાઈ કરી બિનશરતી માફીપત્ર વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કરવી,ઉપરોક્ત બાબતે ક્સુર થયે ફોજદારી તથા સિવિલ રાહે કાર્યવાહી કરાશે તેવુ એડવોકેટ દિનેશભાઈ પાતરે જણાવ્યુ હતુ.