રાજકોટ,
ફરી રીબડા અને ગોંડલ જુથ આમને સામને આવી ગયા છે, ત્યારે ગઈકાલે ભોગ બનેલા અમિત ખુંટ નામના વ્યક્તિએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં અનિરુદ્ધસિંહ અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા સહિતના લોકો વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગઈકાલે મોટી સંખ્યામાં લોકો રીબડા ચોકડી પાસે એકઠા થઈ ગયા હતા. ગોંડલ જૂથના સમર્થકને ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો દાવો છે. ભોગ બનનાર અમિત ખુંટનો આક્ષેપ છે કે અનિરૂદ્ધસિંહના પુત્રોએ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઢોર માર માર્યો છે. જેથી પોલીસ ફરિયાદ નોંધાવી છે. આર્મ્સ એક્ટ હેઠળ પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના દિકરા અને પૌત્ર, અનિરૂદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાઇ છે. તો જયરાજસિંહે પણ આક્ષેપ કર્યો છે કે રીબડામાં અનિરુદ્ધસિંહ અને તેના પરિવારનો ત્રાસ છે. જેના વિરૂદ્ધમાં આજે મહાસંમેલન પણ યોજવામાં આવ્યુ છે.