કલકત્તા હાઇકોર્ટે ૧૪ ઓગસ્ટે રાત્રે આરજી કર કોલેજ પ્રાંગણમાં થયેલી તોડફોડ મામલે સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસે આકરી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આ ઘટના સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ફળતાને દર્શાવે છે. આ સંપૂર્ણ રીતે રાજ્યની મશીનરીની નિષ્ફળતા છે.
રાજ્ય સરકારે પોતાનો પક્ષ મૂક્તાં કહ્યું હતું કે આ ઘટના સમયે ત્યાં પોલીસ હાજર હતી.એના પર ચીફ જસ્ટિસે કહ્યું હતું કે પોલીસે ત્યાં લોકોની સુરક્ષ ના કરી શકી? એ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. આ ડોક્ટર નીડર થઈને કેવી રીતે કામ કરશે? હાઇકોર્ટે કહ્યું હતું કે સારું થશે કે હોસ્પિટલ બંધ કરી દેવામાં આવે અને દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં શિટ કરી દેવામાં આવે.
બીજી બાજુ, કોલકાતા પોલીસે કહ્યું હતું કે પોલીસે ઇય્ કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તોડફોડ અને હિંસાના મામલે અત્યાર સુધી ૧૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ કરવામાં આવેલા લોકોને શહેરની એક કોર્ટે ૨૨ ઓગસ્ટ સુધી પોલીસ હિરાસતમાં મોકલી દીધા છે. અજાણ્યા બદમાશોએ કોલકાતાની સરકારી RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રાંગણમાં ઘૂસીને કેટલાક ભાગોમાં તોડફોડ કરી હતી.
વાસ્તવમાં RG કર હોસ્પિટલમાં થયેલી તોડફોડ અને પુરાવા નષ્ટ કરવાના પ્રયાસોની તપાસ અને એક્શનને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમ્યાન આ ટિપ્પણી કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં ડોક્ટર સાથે બળાત્કાર અને પછી એની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી.વિરોધ પક્ષોએ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે સરાકીર હોસ્પિટલમાં હિંસા થઈ હતી, ત્યારે પોલીસે યોગ્ય કાર્યવાહી નહોતી કરી. હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડના બે લોરમાં તોડફોડ કરવામાં આવી હતી અને દવાઓ લૂંટી લેવામાં આવી હતી.