રેવડી પર નજર

સુપ્રીમ કોર્ટ રાજકીય પક્ષો દ્વારા મફત સુવિધાઓ અને સામગ્રી આપવાના વાયદા પર કોઈ રોક-ટોક લગાવનારી માંગ કરતી અરજી પર સુનાવણી કરવા તૈયાર થઈ એ જ સારું થયું, પરંતુ એની અવગણના ન થઈ શકે કે તે આના પહેલાં પણ આ વિષયની નોંધ લઈ ચૂકી છે, પરંતુ તેનું કોઈ સકારાત્મક પરિણામ નથી મળ્યું. તેણે ચૂંટણી રેવડીઓ મામલે ચૂંટણી પંચને પગલાં ભરવાનું કહ્યું હતું, પરંતુ ચૂંટણી પંચ પાસે એવો કોઈ અધિકાર જ નથી કે તે મફતની રેવડીઓ વહેંચનારા વાયદા કરતા પક્ષો પર કોઈ લગામ ક્સી શકે. આ જ કારણ છે કે તેમના સ્વાસ્થ્ય પર કશી અસર ન પડી. તેઓ મતદારોને લોભાવવા માટે એવા વાયદા કરવામાં લાગ્યા છે, જેમણે ન તો પૂરા કરવા સંભવ હોય છે અને ના આથક હાલત તેમને એવું કરવાની અનુમતિ આપે છે. તેનું પરિણામ એ થાય છે કે જ્યારે પણ રેવડીઓનો સહારો લેનારા રાજકીય પક્ષ સત્તામાં આવી જાય છે તો તેઓ પોતાના ચૂંટણી વાયદાને કાં તો અધકચરી રીતે પૂરા કરે છે કે પ છી કેન્દ્ર સરકાર પાસે તેના માટે ધનની માંગ કરવા લાગે છે. એનાથી પણ ખરાબ વાત એ થાય છે કે તેઓ લોન લઈને અર્થવ્યવસ્થાની હાલત ખસ્તા કરવાનું કામ કરે છે . તેઓ નીતિ આયોગ, રિઝર્વ બેંક વગેરેની એવી ચેતવણીઓને પણ નજરઅંદાજ કરે છે કે ચૂંટણી રેવડીઓ સરકારી ખજાના પર બિનજરૂરી બોજ વધારી રહી છે. એ કોઈથી છૂપું નથી કે ઢગલાબંધ લોકરંજક વાયદા કરીને સત્તામાં આવેલી હિમાચલ, કર્ણાટક અને કેટલીક બીજી રાજ્યોની સરકારો કઈ રીતે પોતાની અર્થવ્યવસ્થાને સંભાળવા માટે તડજોડ કરી રહી છે.

ચૂંટણી રેવડીઓને લઈને સુપ્રીમ કોર્ટ એક એવા સમયે સુનાવણી કરવા જઈ રહી છે, જ્યારે લોક્સભા ચૂંટણીઓની ઘોષણા થઈ ચૂકી છે અને કેટલાય પક્ષ લોકરંજક વાયદા કરવા લાગી છે. સ્પષ્ટ છે કે તેણે જલ્દી જ એવા કોઈ આદેશ-નિર્દેશ આપવા પડશે, જેનાથી તમામ રાજકીય પક્ષો બેહિસાબ ચૂંટણી વાયદા કરવાનું ભૂલી જાય. લોકરંજક ચૂંટણી વાયદા મામલે મુશ્કેલી એ છે કે જે વાયદા કોઈના માટે જનકલ્યાણકારી છે, તો કોઈ અન્ય માટે મફતની રેવડીઓ. જ્યાં સુધી જનકલ્યાણકારી યોજનાઓ અને મફતની રેવડીઓને યોગ્ય રીતે પરિભાષિત કરવામાં નહીં આવે, ત્યાં સુધી એના પર લગામ લગાવવી સંભવ નથી. તેમાં અંતર કરવું તો જોઇએ જ કે કઈ યોજનાઓ લોકોને ખરેખર આત્મનિર્ભર બનાવે છે અને કઈ સામાજિક ઉત્થાનના નામે તેમને કાખઘોડી આપવાનું કામ કરે છે કે પછી મફતખોરીની સંસ્કૃતિને બળ આપે છે. જો એવું ન કરવામાં આવ્યું તો દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી રાખવું મુશ્કેલ હશે અને તેના દુષ્પરિણામ લોકોએ પણ ભોગવવા પડશે. રાજકીય પક્ષોને આમદની અઠન્ની ખર્ચા રૂપૈયાવાળી રીતભાતો અપનાવવાથી રોકવા જ જોઇએ. આ જ યોગ્ય સમય છે કે સામાન્ય લોકો પણ એ સમજે કે રેવડીઓના ચક્કરમાં આવીને પોતાનું અને સાથે દેશના લોકોનું પણ અહિત કરી રહ્યા છે.