રિટેલ ફુગાવાનો દર મે મહિનામાં ૧૨ મહિનાની નીચી સપાટીએ, આંકડો ૪.૭૫ ટકા પર પહોંચ્યો

દેશની છૂટક ફુગાવો મે મહિનામાં વાર્ષિક ધોરણે ૪.૭૫ ટકાના ૧૨ મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. તે ગયા મહિને એટલે કે એપ્રિલમાં ૪.૮૩ ટકાના ૧૧ મહિનાના નીચા સ્તરે હતો.સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, રિટેલ ફુગાવાનો દર ભારતીય રિઝર્વ બેંકની ૨-૬ ટકાની સહનશીલતા રેન્જમાં રહે છે. ડેટા અનુસાર, મે મહિનામાં ક્રમિક ધોરણે ફુગાવાનો દર ૦.૪૮ ટકા પર યથાવત રહ્યો હતો.

ખાદ્ય ફુગાવો એપ્રિલમાં ૮.૭૫ ટકાથી ઘટીને મે મહિનામાં ૮.૬૨ ટકા થયો હતો. જો કે, આ આંકડો મે ૨૦૨૩ના ૩.૩ ટકાના ખાદ્ય ફુગાવાના દર કરતા વધારે છે. ગ્રામીણ ફુગાવો મે મહિનામાં ઘટીને ૫.૨૮ ટકા થયો હતો, જે અગાઉ ૫.૪૩ ટકા હતો. દરમિયાન, મે મહિનામાં શહેરી ફુગાવાનો દર ૪.૧૫ ટકા રહ્યો હતો.

મે મહિનામાં ફળો અને શાકભાજીનો ફુગાવો વાષક ધોરણે ઘટીને ૨૭.૩ ટકા થયો છે જે એપ્રિલમાં ૨૭.૮ ટકા હતો. અનાજ અને કઠોળના ભાવમાં ફુગાવાનો દર, જે ભારતના મુખ્ય આહારનો મહત્વનો ભાગ છે, તે અનુક્રમે ૮.૬૯ ટકા અને ૧૭.૧૪ ટકા હતો. ઇંધણના કિસ્સામાં, ફુગાવાનો દર મે મહિનામાં ઘટીને ૩.૮૩ ટકા થયો હતો, જ્યારે એપ્રિલમાં તે ૪.૨૪ ટકા ઘટ્યો હતો. મે મહિનામાં કપડાં અને ફૂટવેર અને હાઉસિંગ સેક્ટરનો ફુગાવાનો દર અનુક્રમે ૨.૭૪ ટકા અને ૨.૫૬ ટકા હતો.

જૂન મોનેટરી પોલિસી કમિટી (સ્ઁઝ્ર) મીટિંગના નિર્ણયોની સ્પષ્ટતા કરતા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે ભારતનો ફુગાવો તેના ૪ ટકાના લક્ષ્યની નજીક જઈ રહ્યો છે. જો કે, તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કેન્દ્રીય બેંક ઇચ્છે છે કે આ પ્રક્રિયા ક્રમશ: અને ટકાઉ ધોરણે થાય. એમપીસીની બેઠક બાદ દાસે મોંઘવારીને હાથી ગણાવી હતી અને કહ્યું હતું કે જૂનની બેઠક દરમિયાન તે ખૂબ જ ધીમે ધીમે જંગલમાં પાછી ફરી રહી હોવાનું જણાયું હતું. તે સમય દરમિયાન, તેના અનુમાનોમાં, ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે ફુગાવાના લક્ષ્યાંકને ૪.૫ ટકા પર યથાવત રાખ્યો હતો. નાણાંકીય વર્ષ ૨૦૨૪માં ફુગાવાનો દર સેન્ટ્રલ બેંકના અનુમાન અનુસાર ૫.૪ ટકા હતો.