નવી દિલ્હી : રેલવે બધા જ ઝોન મહિલા પ્રવાસીઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે ‘મેરી સહેલી’ અભિયાનની શરૂઆત કરી છે. રેલવે મંત્રાલયે કહ્યું છે કે, આ અભિયાનનો ઉદ્દેશ રેલવેમાં યાત્રા કરનારા બધી જ મહિલાઓને સુરક્ષા આપવાનો છે. મહિલાઓને તેમની યાત્રા શરૂ કરવાથી માંડીને ગંતવ્ય સ્ટેશન સુધી સુરક્ષા અપાશે.
આ મેરી સહેલી અભિયાનની શરૂઆત આ વર્ષે સપ્ટેમ્બર માસમાં દક્ષિણ-પૂર્વીય રેલવેમાં પાયલટ પરિયોજનાના રૂપમાં કરાઈ હતી. રેલવે સુરક્ષા દળના આર.પી.એફ. દ્વારા મહિલા યાત્રાળુઓની સુરક્ષા માટે આ અભિયાનની શરૂઆત કરાઈ હતી.
આરપીએફની ટીમ મહિલા પ્રવાસીઓને તેમની સીટ નંબરથી લઈને તેમને યાત્રા દરમ્યાન આવતા સ્ટેશનોની જાણકારી આપે છે તેમજ આરપીએફ જવાનો કોચ અને બર્થ પર નજર રાખે છે.