રિલાયન્સ આઈસ્ક્રીમ માર્કેટમાં ઉતરવાની તૈયારીમાં: અમૂલ, હેવમોર માટે મોટો પડકાર

અમદાવાદ,ભારતમાં આઈસ્ક્રીમ માર્કેટમાં ગરમાવો આવવાની તૈયારી છે. આઈસ્ક્રીમ ઉધોગમાં અમૂલ, હેવમોર, વાડીલાલ જેવી બ્રાન્ડ એકબીજાને ટક્કર આપી રહી છે, ત્યારે હવે રિલાયન્સ પણ આ સ્પર્ધામાં કૂદી પડે તેવી શકયતા છે. રિલાયન્સ રિટેલ વેન્ચરની કંપની રિલાયન્સ કન્યુમર પ્રોડકટસ પોતાની નવી બ્રાન્ડ ઈન્ડિપેન્ડન્સ સાથે આઈસ્ક્રીમ માર્કેટમાં પ્રવેશે તેવી સંભાવના છે.

સૂત્રોએ જણાવ્યું કે રિલાયન્સ કન્યુમરે) ગુજરાત સ્થિત એક આઈસ્ક્રીમ ઉત્પાદક સાથે પ્રોડકશનના આઉટસોસિગ માટે વાતચીત શ કરી છે.આઈસ્ક્રીમના ઓર્ગેનાઈડ માર્કેટમાં રિલાયન્સની એન્ટ્રીના કારણે સ્પર્ધામાં વધારો થશે. આ વિશે રિલાયન્સ ઈન્ડ.ને મોકલવામાં આવેલા ઈમેઈલનો જવાબ મળ્યો ન હતો. સૂત્રોએ કહ્યું કે ચાલુ ઉનાળામાં જ આઈસ્ક્રીમ માર્કેટમાં મુકવા માટે રિલાયન્સ અને સ્થાનિક ઉત્પાદક વચ્ચે વાતચીત ચાલુ છે જે અંતિમ તબક્કામાં પ્રવેશી છે. રિલાયન્સ તેના ગ્રોસરી રિટેલ પાર્ટનર્સ મારફત આઈસ્ક્રીમ બજારમાં લાવશે. રિલાયન્સની ઈન્ડિપેન્ડન્સ બ્રાન્ડ ખાધતેલ, કઠોળ, અનાજ અને પેકેડ ફડસ જેવી પ્રોડકટ બજારમાં ઉતારે છે.

આ વિશે એક એક્સપર્ટે જણાવ્યું કે રિલાયન્સની એન્ટ્રીથી આઈસ્ક્રીમ માર્કેટમાં મોટો ફેરફાર આવે તેવી શકયતા છે. આ ઉપરાંત તેનાથી કોમ્પિટિશનમાં વધારો થશે. રિલાયન્સ કયા માર્કેટને ટાર્ગેટ કરે છે અને કેવી પ્રોડકટ બજારમાં ઉતારે છે તે જોવું રસપ્રદ રહેશે. ભારતીય આઈસ્ક્રીમ માર્કેટની સાઈઝ ૨૦,૦૦૦ કરોડ કરતા વધુ હોવાનો અંદાજ છે. તેમાં ઓર્ગેનાઈડ બ્રાન્ડસ પાસે લગભગ ૫૦ ટકા બજારહિસ્સો છે. આગામી પાંચ વર્ષમાં ભારતીય આઈસ્ક્રીમ માર્કેટની સાઈઝમાં ડબલ ડિજિટમાં ગ્રોથ થવાની શકયતા છે કારણ કે લોકોની ખર્ચપાત્ર આવક વધશે, તથા વીજળીની સગવડમાં વધારો થશે.

દેશમાં ગ્રામીણ બજારોમાં પણ આઈસ્ક્રીમની માંગ વધી રહી છે. તેના કારણે બીજી મોટી કંપનીઓ પણ આઈસ્ક્રીમ માર્કેટમાં પ્રવેશે તેવી શકયતા છે. આઈસ્ક્રીમની વધતી ડિમાન્ડને પહોંચી વળવા માટે જાણીતા આઈસ્ક્રીમ ઉત્પાદકો હેવમોર, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ અને અમૂલ તેની કેપેસિટી વધારી રહ્યા છે.

ગુજરાતમાં આ વર્ષે આઈસ્ક્રીમની માંગ જોઈએ તેવી જામી નથી. એપ્રિલ મહિનાનો લગભગ એક સાહ વીતી ગયો છે પરંતુ હજુ સુધી ગરમી સાધારણ હોવાના કારણે આઈસ્ક્રીમની માંગમાં તેજી નથી આવી. આ વખતે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વારંવાર કમોસમી વરસાદ પડો છે તેના કારણે તાપમાન નીચું રહ્યું છે. હજુ પણ ચારથી પાંચ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડવાની આગાહી છે તેના કારણે આઈસ્ક્રીમની માંગને અસર થશે. ગયા વર્ષે માર્ચ મહિનામાં ૪૦૦ કરોડનો આઈસ્ક્રીમ વેચાયો હતો યારે આ વર્ષે માત્ર ૩૦૦ કરોડના આઈસ્ક્રીમનું વેચાણ થયું છે.