રેખા ગુપ્તાનું દિલ્હીનાં નવાં CM બનવાનું નક્કી:RSSની ભલામણ ભાજપે સ્વીકારી, 2 DyCM પણ હોઈ શકે છે; આવતીકાલે વિજયમુહૂર્તમાં શપથ લેશે

દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે રેખા ગુપ્તાનું નામ ફાઈનલ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, RSSએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ભાજપે સ્વીકાર્યો છે.વિધાનસભા ચૂંટણીનાં પરિણામોના 11 દિવસ બાદ આજે સાંજે 7 વાગ્યે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.

પાર્ટી-અધ્યક્ષ જેપી નડ્ડાએ પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું છે કે મુખ્યમંત્રી ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી હશે. બેઠકમાં કેબિનેટ મંત્રીઓનાં નામની પણ જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ દલિત, પૂર્વાંચલ અને જાટનું કોમ્બિનેશન બનાવી શકે છે. બે ડેપ્યુટી સીએમ હોઈ શકે છે.શપથગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં યોજાશે. સીએમની સાથે સાત મંત્રીપણ શપથ લઈ શકે છે. કાર્યક્રમમાં 30 હજાર મહેમાન આવવાની આશા છે.

રેખા ગુપ્તાએ કહ્યું- કોઈ દાવેદાર નથી, પાર્ટી બધું નક્કી કરે છે

ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તાએ કહ્યું – ભાજપમાં મુખ્યમંત્રી પદ માટે કોઈ દાવેદાર નથી. આ બધું પાર્ટી નક્કી કરે છે, જેને પણ જવાબદારી સોંપવામાં આવશે તે પ્રતિબદ્ધતા સાથે કામ કરશે. મને પૂરો વિશ્વાસ છે કે ભાજપના મુખ્યમંત્રી સાથે દિલ્હીમાં એક નવો અધ્યાય શરૂ થશે. દિલ્હી ઘણા વિકાસ કાર્યો સાથે એક નવી કહાની લખશે, લોકોને અધિકારો મળશે, બધા કામ થશે. આવતીકાલના શપથ ગ્રહણ સમારોહ માટે ઘણો ઉત્સાહ છે. લોકો તેનો ભાગ બનવા માંગે છે. 26 વર્ષ પછી દિલ્હી તેની ક્ષમતાનો અહેસાસ કરવા માટે તૈયાર છે. અમારી પાસે ઘણી વિકાસ યોજનાઓ છે અને સમય આવી ગયો છે.

દિલ્હીમાં મુખ્યમંત્રીના શપથ સમારોહનું સંપૂર્ણ શેડ્યૂલ

  • 11-12 કલાકે શપથ સમારોહના મહેમાનો પહોંચશે
  • 12:10 કલાકે નામાંકિત મુખ્યમંત્રી અને નામાંકિત મંત્રીઓ પહોંચશે.
  • 12:15 કલાકે એલજી બપોરે શપથ સમારોહમાં પહોંચશે.
  • 12:20 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અને અન્ય નેતાઓ પહોંચશે.
  • 12:25 કલાકે વડાપ્રધાન મોદી પહોંચશે.
  • 12.29 કલાકે પીએમ મોદી બપોરે મંચ પર પહોંચશે.
  • 12:30 કલાકે બેન્ડની ધૂન પર રાષ્ટ્રગીત વગાડવામાં આવશે.
  • 12.35 કલાકે એલજી મુખ્યમંત્રીને શપથ લેવડાવશે.