આ નદીનું નામ ઈસ્કિટિમકા નદી છે,જે લોહીની માફક લાલ થઈ ગઈ છે. જેના કારણે સ્થાનિક લોકો પણ ભયભીત થઈ ગયા છે.
જે પહેલા ત્યાંની અન્ય નદીઓની માફક જ હતી. રંગ પરિવર્તનના એક રહસ્યમય સંમિશ્રણના કારણે આ નદીની હાલત આવી થઈ છે. ઈસ્કિટિમકા નદી દેશના દક્ષિણ ભાગમાં આવેલી છે. તેના રંગમાં આવેલા આ પરિવર્તનથી સ્થાનિક લોકોમાં પણ કૂતૂહલ ફેલાયુ છે. લોકો કહી રહ્યા છે કે, હવે તો બતકો પણ અંદર જતી નથી.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ નદીનું લાલ રંગનું પાણી નજીકના નાળામાંથી આવતા પાણીને કારણે બની છે. જ્યાં અમુક ટીમ આજૂબાજૂમાં કામ કરી રહી હતી. જો કે, અત્યાર સુધીમાં એ સ્પષ્ટ થઈ શક્યુ નથી કે, આ કેમિકલ કેટલુ ખતરનાક છે. કેમેરોવોના ઉપરાજ્યપાલ આંદ્રેઈ પાનોવે કહ્યુ હતું કે, શહેરમાં પાણી નિકાલની સિસ્ટમથી આ નદીનું પાણી દૂષિત બન્યુ છે