આરસીબી હારને જ લાયક : વિરાટ કોહલી

કોલકતા,આઇપીએલ ૨૦૨૩ ની સિઝનના બીજા હાફની મેચ રમાઈ રહી છે. જેની પ્રથમ મેચમાં જ કોલકાતા નાઈટ રાઈડર્સે વિરાટ કોહલીની આગેવાની ઘરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે જીત મેળવી હતી. ઘર આંગણે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ કોલકાતાને બેટિંગ માટે ઉતાર્યુ હતુ. જોકે કોહલીનો દાવ પ્રથમ ઈનીંગમાં ઉંધો પડતા બોલરોની ખબર જેસન રોય અને નિતીશ રાણાએ લઈ નાંખી હતી. બંનેની આક્રમક રમતે કોલકાતાને ૨૦૦ રનના સ્કોર પર પહોંચાડ્યુ હતુ. બેંગ્લોરના બેટર્સ પાણી બેસી જતા ૨૧ રનથી હાર થઈ હતી.

બેંગ્લોરની હાર બાદ સુકાન સંભાળી રહેલો વિરાટ કોહલી ટીમ પર નારાજ હતો. તેણે પોતાની જ ને લઈ કહી દીધુ હતુ કે, આરસીબી હારને જ લાયક છે. કોહલીએ હાર બાદ બોખલાઈ ગયો હતો. જેને લઈ તેણે મેચ બાદ આ શબ્દો કહ્યા હતા.

કોલકાતાની ટીમનુ સુકાન નિતીશ રાણા સંભાળી રહ્યો છે. નિતીશની આગેવાનીમાં કોલકાતાની ટીમ તમામ રીતે ભારે પડી ગઈ હતી. બોલિંગ, બેટિંગ અને ફિલ્ડીંગ ત્રણેય વિભાગમાં કોલકાતા બેંગ્લોર પર ભારે રહ્યુ હતુ. બેંગ્લોરની ટીમ નિર્ધારીત ૨૦ ઓવરના અંતે ૨૦૧ રનના લક્ષ્ય સામે ૮ વિકેટ ગુમાવીને ૧૭૯ રન નોંધાવી શક્યુ હતુ. વિરાટ કોહલીની અડધી સદી સિવાય મોટાભાગના બેટર્સ લોપ રહ્યા હતા. ખાસ કરીને ઓપનરો લોપ રહેતા બેંગ્લોરને મુશ્કેલી સર્જાઈ ગઈ હતી.

સિઝનમાં બેંગ્લોરે આ ચોથી હાર મેળવી છે. જેમાંથી બે વાર કોલકાતાની સામે હાર મળી છે. આ પહેલા સિઝનમાં ઈડન ગાર્ડન્સમાં કોલકાતાએ એક્તરફી અંદાજમાં બેંગ્લોરને ૮૧ રનથી હાર આપી હતી. બુધવારે બેંગ્લોર માટે ૫૪ રન નોંધાવ્યા હતા. પરંતુ તેને સામે છેડે જોઈએ એવો સાથ મળ્યો નહોતો. મેચ બાદ સુકાન સંભાળી રહેલા વિરાટ કોહલીએ બતાવ્યુ હતુ કે, અમે પોતે જ કોલકાતાને મેચ આપી હતી. અમે હારવા લાયક હતા. અમે પ્રોફેશ્ર્નલ ન હતા. બોલિંગ સારી હતી, પરંતુ ફિલ્ડિંગનું સ્તર સારું નહોતું. કોહલીએ કહ્યું કે આરસીબીએ ૨ કેચ છોડ્યા, જેના કારણે તેમને ૨૫ થી ૩૦ રનનો ખર્ચ કરવો પડ્યો.

કોહલીએ બેટિંગ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે, તેણે બધું બરાબર સેટ કર્યું, પરંતુ પછી ૪-૫ વિકેટ પડી. કોહલીએ કહ્યું કે જે બોલ પર તેણે વિકેટ ગુમાવી તે આઉટ કરવાના બોલ નહોતા, પરંતુ બેટ્સમેનો સીધા ફિલ્ડરો તરફ શોટ ફટકારે છે. તેમણે ભાગીદારી પર પણ ભાર મૂક્યો હતો.