DEIC સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે, મુખ્ય જીલ્લા સિવિલ સર્જન અધિકારી, ડો. મોના પંડ્યા તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ 3 જૂન, વર્લ્ડ ક્લબ ફુટ ડે ઉજવણીના ભાગરૂપે જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ ગોધરા, જીલ્લા પંચાયત પંચમહાલ આરોગ્ય શાખા અને ક્યોર ઇન્ટરનેશનલ ઇન્ડિયા ટ્રસ્ટના સહયોગથી RBSK કાર્યક્રમ અંતર્ગત DEIC સિવિલ ગોધરા ખાતે ક્લબ ફૂટ (વાંકા પગ) જન્મજાત ખોડખાંપણ વર્લ્ડ ક્લબ ફૂટ ડે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં RBSK કાર્યક્રમ અંતર્ગત જન્મજાત ખોડખાંપણ ક્લબ ફૂટ (વાંકા પગ) અંતર્ગત ઉપસ્થિત તમામ અધિકારીઓ દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્લબ ફૂટના લાભાર્થીઓ તેમના માતા-પિતા સાથે ઉપસ્થિત રહેલા હતા અને તેમના બાળકોની નિ:શુલ્ક સફળ સારવાર અંગે પ્રતિભાવ આપી હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. તમામ લાભાર્થી બાળકોને સંસ્થા દ્વારા ગિફ્ટ અને અલ્પાહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષમાં આર.બી.એસ.કે. ટીમ સ્ટાફ અને આરોગ્ય સ્ટાફ દ્વારા સ્ક્રીનીંગ અને રિફર કરેલ કુલ 22 બાળકોની સિવિલ ગોધરા કલબ ફૂટ ક્લિનિક ખાતે હાલ સારવાર ચાલુ છે. તેમ જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.