
- સસ્તી લોનની રાહ જોઈને બેસેલાં લોકોની આશા સાવ ઠગારી નીવડી છે,વ્યાજ દરમાં સતત છઠ્ઠી વખત કોઈ ફેરફાર નહીં.
મુંબઇ, દેશભરના લોકોની નજર આજે મળનારી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસીની બેઠક પર હતી. જોકે, લોકોની આશા અપેક્ષાઓ સાવ ઠગારી નીવડી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલેકે, આરબીઆઈ દ્વારા કોઈ જ રાહત આપવામાં આવી નથી. રેપો રેટમાં કોઈ જ પ્રકારનો ઘટાડો કરાયો નથી. તેથી સસ્તી લોનની રાહ જોઈને બેસેલાં લોકોની આશા સાવ ઠગારી નીવડી છે. જેના કારણે લોન પર મકાન લેવાનું વિચારી રહેલાં કરોડો લોકોને મોટો ઝટકો પહોંચ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સતત છઠ્ઠી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.આરબીઆઇએ વ્યાજ દરો ૬.૫ ટકા પર યથાવત રાખ્યા છે. એટલે કે લોન મોંઘી નહીં થાય અને તમારો ઇએમઆઇ પણ નહીં વધે જ્યારે ગત નાણાકીય વર્ષમાં રેપો રેટ ૬ વખતમાં ૨.૫૦%નો વધારો કરવામાં આવ્યો હતો. ૬ ફેબ્રુઆરીથી ચાલી રહેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે આજે એટલે કે ગુરુવારે આ માહિતી આપી હતી. આ બેઠક દર બે મહિને થાય છે.આરબીઆઇએ તેની અગાઉની ડિસેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં વધારો કર્યો ન હતો. પાછલા નાણાકીય વર્ષમાં રેપો રેટમાં ૨.૫૦% ૬ ગણો વધારો થયો છે નાણાકીય નીતિની બેઠક દર બે મહિને થાય છે. ગયા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ની પ્રથમ બેઠક એપ્રિલ-૨૦૨૨માં યોજાઈ હતી. ત્યારે આરબીઆઇએ રેપો રેટને ૪% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ ૨જી અને ૩જી મેના રોજ ઈમરજન્સી મીટિંગ બોલાવીને આરબીઆઇએ રેપો રેટ ૦.૪૦% વધારીને ૪.૪૦% કર્યો હતો. રેપો રેટમાં આ ફેરફાર ૨૨ મે, ૨૦૨૦ પછી થયો છે. આ પછી ૬ થી ૮ જૂન દરમિયાન યોજાયેલી બેઠકમાં રેપો રેટમાં ૦.૫૦%નો વધારો કરવામાં આવ્યો હતો. આ કારણે રેપો રેટ ૪.૪૦% થી વધીને ૪.૯૦% થયો. પછી ઓગસ્ટમાં તેમાં ૦.૫૦%નો વધારો કરીને તેને ૫.૪૦% કરવામાં આવ્યો. સપ્ટેમ્બરમાં વ્યાજ દર વધીને ૫.૯૦% થયા. ત્યારબાદ ડિસેમ્બરમાં વ્યાજ દર ૬.૨૫% પર પહોંચી ગયા. આ પછી, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે છેલ્લી નાણાકીય નીતિની બેઠક ફેબ્રુઆરીમાં યોજાઈ હતી, જેમાં વ્યાજ દર ૬.૨૫% થી વધારીને ૬.૫૦% કરવામાં આવ્યો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ) એ છેલ્લે રેપો રેટ વધાર્યો હતો. કેન્દ્રીય બેંકે છેલ્લે ૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રેપો રેટ વધાર્યો હતો. ત્યારબાદ આરબીઆઈએ તેમાં ૨૫ બેસિસ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકાનો વધારો કરીને ૬.૫ ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી બેઠકોમાં યથાવત રાખવામાં આવ્યા છે અને આ વખતે પણ તેમાં ફેરફારની શક્યતા ઓછી છે.
રેપો રેટ એ દર છે કે જેના પર દેશની મધ્યસ્થ બેંક ભંડોળની અછતના કિસ્સામાં વ્યાપારી બેંકોને નાણાં ધિરાણ આપે છે. રેપો રેટનો ઉપયોગ મોનેટરી ઓથોરિટી દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે. હકીક્તમાં, રેપો રેટની અસર સામાન્ય લોકો દ્વારા બેંકોમાંથી લેવામાં આવેલી લોનની ઇએમઆઇ પર જોવા મળે છે. જો રેપો રેટમાં ઘટાડો થાય છે તો સામાન્ય લોકોની હોમ અને કાર લોનની ઈએમઆઇ ઘટે છે અને જો રેપો રેટ વધે છે તો કાર અને હોમ લોનના ભાવ વધે છે.