- પંચમહાલ અને આણંદની કોલેજોના વિદ્યાર્થીઓએ સતત શિક્ષણ તાલીમ લીધી.
રાયસીંગપુરા પ્રાથમિક શાળા ખાતે વિવિધ બી.એડ. કોલેજોના ચાર તાલીમાર્થીઓનો ઇન્ટરશીપ કાર્યક્રમ ભારે દબદબાભેર સંપન્ન થયો.પંચમહાલ અને આણંદની કોલેજોના વિદ્યાર્થીઓએ સતત શિક્ષણ તાલીમ લેવામાં આવી. ગોધરા તાલુકાના રાયસીંગપુરા પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં જ ક્રિશ્ચન કોલેજ ઓફ એજ્યુકેશન આણંદના તાલીમાર્થી વ્રજ જોશી, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આણંદના તાલીમાર્થી ધ્રુવરાજસિંહ ચૌહાણ તથા સર્વોદય કોલેજ ઓફ એજ્યુકેશન પિંગળી કાલોલના બે તાલીમાર્થીઓ સર્વ આશુતોષ સંગાડા અને સૌરવકુમાર તાવીયાડે બી.એડ. અભ્યાસના ભાગરૂપે પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાની રાયસીંગપુરા પ્રાથમિક શાળામાં ઇન્ટર્શિપ યોજવામાં આવી હતી. આ સતત શિક્ષણ પ્રકારના પ્રત્યક્ષ બાળકો સાથેની તાલીમમાં માર્ગદર્શક તરીકે ઉત્પલાબેન મહેતા અને અલ્પાબેન ચૌધરીએ પોતાની સેવાઓ આપી હતી. કાર્યક્રમમાં સદર તાલીમાર્થીઓએ ગ્રામ સંપર્ક, વાલી સંપર્ક, ગામમાં રેલી, સરઘસ, જનજાગૃતિ કાર્યક્રમ, વાલી સંમેલન, સ્વચ્છતા અભિયાન, સાક્ષરતા અભિયાન, માતૃભાષા અભિયાન જેવા કાર્યક્રમો સાથે બાળકો માટેની વિવિધ સ્પર્ધાઓ, નવી ટેકનોલોજીના ઉપયોગ માટેની રમતો, પ્રત્યક્ષ શિક્ષણ, વાનગી બનાવવાની પ્રવૃત્તિ, વિવિધ સ્થળોની મુલાકાત તથા સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેનું આયોજન કર્યું હતું. તેમણે નિયમિત શાળામાં વિધાર્થીઓને વર્ગોમાં ભણાવવાની સાથે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા શિક્ષણના અનુરૂપ શૈક્ષણિક સાધનો બનાવવાની કામગીરી પણ કરી હતી. તેમણે શાળાની વહીવટી કામગીરી તથા અન્ય શાળા સંચાલન માટેની તમામ કામગીરીનો પણ પ્રત્યક્ષ અભ્યાસ કર્યો હતો. ઇન્ટરશિપ સમાપન સમયે રંગારંગ કાર્યક્રમ યોજીને રાયસિંગપૂરા શાળા પરિવાર દ્વારા તાલીમાર્થીઓને પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ આપી શુભેચ્છા સાથે વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે સદર તાલીમાર્થીઓ દ્વારા શાળાને પણ સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાયસિંગપુરા પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યા્થીઓએ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. અંતે તાલીમાર્થી સર્વ વ્રજ જોશી, સૌરવ તાવિયાડ, આશુતોષ સંગાડા અને ધ્રુવરાજ ચૌહાણે શાળામાં ઇન્ટર્શીપ દરમ્યાનના પોતાના અનુભવો પ્રતિભાવ સ્વરૂપે રજૂ કર્યા હતા.