દાહોદ,
દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે રાયોટીંગના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા બે મહિલા આરોપી વેસાબેન રામુભાઈ મગનભાઈ માવી (રહે. રળીયાતી, સાંગા ફળિયું, તા.જી.દાહોદ) અને કાન્તાબેન પરસુભાઈ હુમલાભાઈ માવી (રહે. રળીયાતી, સાંગા ફળિયું, તા.જી.દાહોદ) ને તેઓના આશ્રય સ્થાનેથી ઝડપી પાડી દાહોદ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.