રવેરી ગામે ખેડૂતને કરંટ લાગતા ઘટના સ્થળે મોત

ઘોઘંબા તાલુકાના રવેડી ગામે ખેતરમાં ડાંગરની રોપણી કરી પરત આવતા ખેડૂતોનો પગ લપસી જતા વીજ થાંભલાનો તાણિયો હાથમાં આવી જતા કરંટ લાગ્યો હતો. અને ખેડૂતનું ઘટના સ્થળે મોત નીપજતા રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઘોઘંબા એમ.જી.વી.સી.એલ.ની ટીમ ઘટના સ્થળે પહોંચી રીપેરીંગનું કામ હાથ ધર્યું હતું.

રવેરી ગામે રહેતા નરવતસિંહ સુખાભાઈ ઉ.વ 65 ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આજરોજ તેઓ પોતાના ખેતરમાં ડાંગરની રોપની કરી ઘરે પરત આવતા હતા. તેઓ રતિલાલ ના ખેતરના સેઠેથી પસાર થતા હતા. તે દરમિયાન તેમનો પગ લપસી જતા તેમના હાથમાં વીજ થાંભલાનો તાણીયો હાથમાં આવી ગયો હતો. તાણીયા ઉપર કરંટ આવતા નરવતસિંહને કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. આ બાબતની જાણ તેમના પુત્રને તેઓ ઘટના સ્થળે દોડી જય 108 ને ફોન કર્યો હતો. પરંતુ 108 આવે તે પહેલા ખાનગી વાહન મળતા તેઓ ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ડોક્ટરે તપાસ કરી નરવતસિંહને મૃત જાહેર કર્યા હતા.

રવેરી ગામે કરંટ લાગ્યો હોવાની જાન ઘોઘંબા એમ.જી.વી.સી.એલ ને કરતા એમ.જી.વી.સી.એલ ડે. એન્જિનિયર એસ.ડી.સોલંકી પોતાના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વીજ પ્રવાહ બંધ કરી દઈ તાત્કાલિક રીપેરીંગ હાથ ધરી વીજ પુરવઠો ફરીથી શરૂ કર્યો હતો. કરંટ લાગવાથી મૃત્યુ પામનાર નરવતસિંહના મૃત્યુથી પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું.