જયપુર, રાજસ્થાનના પણ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અજમેર જિલ્લાના બિજાઈનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખુટીયન ગામમાં મોડી રાત્રે ભારે પવન અને તુફાનના કારણે એક ઘરની દિવાલ ધરાસાઈ થઈ ગઈ હતી. જેના કારણે ઘરમાં સૂતેલી ૫૦ વર્ષીય મહિલા અને તેના બંને દીકરાઓના મોત થયા છે.
આ અકસ્માતની ઘટનામાં છ વર્ષની બાળકી અને એક મહિલા ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંનેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાના સ્થળે પહોંચી આવી હતી.ત્યારબાદ રવિવારના રોજ સવારે મૃત્યુ પામેલા ત્રણેય લોકોના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના મોડી રાત્રે ૨:૦૦ વાગ્યાની આસપાસ બની હતી. રાત્રિના સમયે ભારે પવન અને વાવાઝોડાના કારણે ઘરની દીવાલો ધરાશાય થઈ ગઈ હતી.
આ કારણોસર ઘરમાં સૂતેલા પરિવારના લોકો દિવાલની નીચે દટાઈ ગયા હતા. આ ઘટનામાં પરિવારના ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું કરુણ મોત થયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ૫૦ વર્ષીય મહિલા, ૨૦ વર્ષીયા દીકરો સુરેશ અને ૧૮ વર્ષે વર્ષીયા નામના દીકરાનું આ ઘટનામાં મોત થયું છે.સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તમે આ લેખ દેશીમોજના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજદેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.