કોલકાતામાં ટ્રેઈની ડોક્ટર પર રેપ હત્યાની ઘટના હજી સમી નથી ત્યાં મહારાષ્ટ્રના રત્નાગીરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૧૯ વર્ષની નર્સિંગ સ્ટુડન્ટ પર એક ઓટો ડ્રાઈવરે રેપ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. રેપ બાદ બેહોશીની હાલતમાં નર્સિંગ સ્ટુડન્ટને છોડીને ભાગી ગયો. આ ઘટનાની જાણકારી સામે આવ્યા બાદ નર્સિંગ સ્ટાફે મોડી રાત્રે રત્નાગીરીમાં જોરશોરથી પ્રદર્શન કર્યું હતું.
મળતી માહિતી મુજબ, નસગ ની ડ્યુટી પતાવીને પીડિતા ઓટો થકી તેના ઘરે જઈ રહી હતી. એવો આરોપ છે કે ડ્રાઈવરે તેને પાણી આપવાના બહાને નશીલું પાણી પીવડાવ્યું હતું. આ પાણી પીતા તે બેભાન થઈ હતી. આ પછી ઓટો ડ્રાઈવરે એક નિર્જન જગ્યાએ ઓટો રોકીને તેની સાથે રેપ કર્યો. ઓટો ડ્રાઈવર પર બળાત્કારનો આરોપ મૂકનાર યુવતી બેભાન અવસ્થામાં મળી આવી હતી. પીડિત યુવતીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. નસગ સ્ટુડન્ટ પર બળાત્કાર થયાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પોલીસ હજુ મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ ઘટનાના વિરોધમાં જિલ્લા હોસ્પિટલની નર્સોએ હડતાળની જાહેરાત કરી છે.
પોલીસે આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. પોલીસ આ કેસમાં મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ ઉપરાંત પોલીસ ફિઝિકલી પુરાવા એકત્ર કરી રહી છે. પીડિતાએ આપેલી માહિતીના આધારે કેટલાક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. આ મામલો સામે આવ્યા બાદ જિલ્લાના તમામ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે.