જુલાઈથી ડિસેમ્બર સુધી સતત તહેવારો છે. તેના કારણે રેલ્વેએ રતલામ મંડળમાંથી પસાર થતી 32 સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારવા માટેનો નિર્ણય લીધો છે.
અગાઉથી જ નકકી શેડ્યુલ મુજબ આ ટ્રેનો જુનના અંત સુધી દોડાવવાની હતી. પરંતુ પેસેન્જરના ટ્રાફિકને જોતા રેલ્વેએ હવે તેનુ સંચાલન 31 ડિસેમ્બર સુધી કરવાનો નિર્ણય લીધો છે. પરવાનગી મળ્યા બાદ હેડ કવાર્ટરે શેડ્યુલ પણ મોકલી આપ્યુ છે. તેમાં માત્ર ફેરાની સમય મર્યાદા વધારવામાં આવી છે. સમય, રૂટ, સ્ટોપેજ, અને કોચ કમ્પોજીશનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેનોમાં 09007-08 વલસાડ-ભિવાની-વલસાડ સ્પેશિયલ 26 જુલાઈ સુધી, 09493-94 અમદાવાદ-પટના સ્પેશિયલ 30 જુલાઈ સુધી, 09111-12 વડોદરા-ગોરખપુર સ્પેશિયલ 2 ઓકટોબર સુધી, 09195-96 વડોદરા-મઉ સ્પેશિયલ 29 સપ્ટેમ્બર સુધી, 09417-18 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સિવાયની પણ અન્ય ટ્રેનો તેમા સામેલ છે. ઉલ્લેખનિય છે કે,આ ટ્રેનોમાં કેટલીક ટ્રેનોનુ દાહોદ શહેરમાં પણ સ્ટોપેજ આપવામાં આવ્યુ છે.