રતલામમાં બ્લોકની કામગીરીને લઈ અજમેર-બાંદ્રા ટ્રેન 3 દિવસ ગોધરા જંકશન નહિ આવે

ગોધરા, ગોધરા રેલ્વે સ્ટેશન પર દિલ્હી તથા મુંબઈ તરફની મહત્વની ટ્રેનોનુ સ્ટોપેજ આપેલુ છે. લોકો પોતાની મુસાફરીનો પ્રારંભ કરતા હોય છે ત્યારે હાલમાં રતલામ રેલ્વે ડીવીઝન ખાતે 3 દિવસ બ્લોકની કામગીરીને લઈને ટ્રેન નં.-12995 અને 12996 અજમેર-બાંદ્રા એકસપ્રેસનો રૂટ બદલવામાં આવતા અનેક મુસાફરોને ટિકીટ કેન્સલ કરાવવાની ફરજ પડેલ છે. જો કોઈ ટ્રેનનો રૂટ બદલવામાં આવે કે ટ્રેન કેન્સલ કરવામાં આવે તો રેલ્વે તંત્ર દ્વારા અગાઉથી મુસાફરોને મોબાઈલ મેસેજ દ્વારા જાણ કરી દેવામાં આવેલ હતી. જેને લઈને ગોધરા આવતી અજમેર-બાંદ્રા ટ્રેનનો રૂટ તા.20,22 અને 24 દરમિયાન વાયા મારવાડ જંકશન આબુરોડ પાલનપુરથી ટ્રેન જશે. જેને કારણે ત્રણ દિવસ ગોધરા ખાતે આવશે નહિ.