રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ: અખાત્રીજે ત્રણેય રથની પૂજા કરાઇ

અમદાવાદ, અમદાવાદ જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની ૧૪૭મી રથ યાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે ત્રીજના દિવસે અખાત્રીજના પવિત્ર રથની પૂજા કરવામાં આવી હતી. ત્રણેય રથ ભગવાન જગન્નાથનાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના વિશેષ રીતે શણગાર કરવામાં આવ્યા હતાં

ભગવાન જગન્નાથના રથની વિશેષ પૂજા કરવામાં આવી છે. તેમની સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.મંત્રોચાર સાથે વિધિ કરવામાં આવી હતી અને રથની આરતી કરવામાં આવી હતી આ પુજા જગન્નાથ મંદિરના મહંત અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા કરવામાં આવી હતી અને મેયર, ધારાસભ્ય અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

એ યાદ રહે કે ભગવાન જગન્નાથ રથયાત્રા નીકળે તે પહેલાં અને રથનું સમારકામ કરવામાં આવતું હોય છે તે સમારકામની શરૂઆત અખાત્રીજના દિવસે થી કરવામાં આવે છે ભગવાન જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે રથ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર હોય છે રથ ના કલર આકર્ષક કેન્દ્ર બનતું હોય છે. રથના પૈડાં સહિતનું સમારકામ કરવામાં આવે છે. ૧૪૬ વર્ષથી ચાલી આવતી પરંપરાને આજે પણ જીવનત રાખવામાં આવી રહી છે. ૧૪૬ મી રથયાત્રાની તૈયારી શરૂ કરવામાં આવી છે તમામ વિધિ પરંપરા પ્રમાણે કરવામાં આવે છે. રથનું સમારકામ, ભગવાનના વાઘા બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. રથયાત્રા નીકળે પહેલાની વિધિઓ હવે શરૂ થઈ જશે. ભગવાન જળયાત્રા નીકળશે. ત્યાર બાદ ભગવાન મોસાળ જશે. ભગવાન મોસાળ થી આવ્યા બાદ નેત્રોત્સવ વિધિ અને સોનાવેશની વિધિ કરવામાં આવશે ત્યારે બાદ અષાડી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગર ચર્યએ નીકળશે.