ગોધરા,
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રતનપુર(કાં)ગામે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વધુ પ્રમાણમાં દોરી આમતેમ ગુંચડા, રોડ, રસ્તા, ઘાબા, બારી-બારણાં, દરવાજા તેમજ ઝાડ ઉપર નીચે પડેલી ભેંગી કરીને આપી જાવો અને કિલોનાં રૂપિયા 70 આપવામાં આવશે તેવી વિનંતી હાથ જોડીને ગ્રામજનો, બાળકો, યુવાનો વગેરે કરવામાં આવી હતી. તેમજ અમારા વિસ્તારમાં સત્યમેવ જયતે ગ્રુપમાં 240 વધુ સભ્યોને તેમજ અંગત સંબંધ પરિવારના યુવાનો પણ વિનંતી કરી હતી. તમે ગમે જગ્યાએઉત્તરાયણ મનાવતાં હોય ત્યાં આવી દોરીનો નાશ કરજો તેમજ દરેક વ્યક્તિને પોતાનું ઘરનું ધાબુ સાફ કરીને નીચે ઉતરજો કારણ કે દિવસ રાત સવારે વહેલા પંખીઓ ઘરનાં ઘાબા ઉપર આવીને બેસે છે. ત્યારે પંખીઓ, ગરદન, પગ,પાંખો વગેરે ઘાતક દોરીથી ફસાઈ જાય નહીં તેમના બચાવ માટે આ મોટું અભિયાન શરૂ કર્યું હતું. ત્યારે નેહરૂ યુવા કેન્દ્ર ગોધરા અમારૂં મંડળ જોડાયેલું હોય ત્યારે સેવા દિવસ 12 થી 19 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા સપ્તાહ ચાલુ હોય ત્યારે જિલ્લા યુવા અધિકારી વિઠ્ઠલભાઈ દ્વારા અનોખી સેવા કરવા બદલ પ્રમાણપત્રથી સમ્માનિત કર્યા હતા અને હાર્દીક ધન્યવાદ સાથે શુભ કામના પાઠવી હતી. તેમજ આ માનવતાં સેવા અને દોરી ભેગી કરીને આપનાર બાળકો અને યુવાનો સ્વખર્ચે પરેશ એન સુથાર દ્વારા રોકડ રકમ આપીને આભાર વ્યક્ત કર્યો હતો.