
ગાંધીનગર,
મુખ્યમંત્રીએ પોતાના આ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં અચાનક જ ફેરફાર કરીને કોઇને ય જાણ કર્યા વગર સાંજના સમયે સીધા જૂના સચિવાલયના બ્લોક નંબર-૧૮ માં આવેલી પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીની ઓચિંતિ મુલાકાતે પહોંચી ગયા હતા. તેમણે કચેરીના અધિકારી / કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરીને કામગીરીની વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીએ આ કચેરીમાં પોતાના કામ અર્થે આવેલા વરિષ્ઠ પેન્શનર્સ અને અન્ય અરજદારો સાથે પણ સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આ ઓચિંતી મુલાકાતથી પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીના કર્મયોગીઓ આશ્ર્ચર્ય અનુભવવા સાથે મુખ્યમંત્રીશ્રીના જનસંવેદનાપૂર્ણ અભિગમથી પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રીની આ ઓચિંતી મુલાકાત ની જાણ થતાં જ મુખ્ય સચિવ રાજકુમાર, નાણાં વિભાગ ના અગ્ર સચિવ ગુપ્તા , અગ્ર સચિવ મોના ખંધાર પણ પેન્શન પ્રોવિડન્ટ ફન્ડ નિયામક કચેરી એ પહોંચ્યા હતા અને મુલાકાત માં જોડાયા હતા.