મહીસાગર,
યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા વિકાસ અધિકારી મહીસાગર દ્વારા આયોજિત રાષ્ટ્રીય યુવા દિવસની કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ખાતે ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓએ વડાપ્રધાનનો જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો અને જિલ્લાકક્ષા મહાકુંભમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓ દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી. નંબર મેળવેલ વિદ્યાર્થીઓને જિલ્લા રમતગમત અધિકારી અને શાળાના આચાર્યએ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા યુવા અધિકારી, શાળાના આચાર્ય, શિક્ષકો સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા.