રાષ્ટ્રીય કક્ષાની આવી મોટી સ્પર્ધામાં મહિસાગર જીલ્લાના 19 વિદ્યાર્થીઓ ટોપ 100માં સ્થાન મેળવ્યું

લુણાવાડા, DSI, ગુજકોસ્ટ તથા સાયન્સ સીટી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કક્ષાની સૌથી મોટી સાયન્સ ક્વિઝ STEM 2.0 અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે યોજાઇ હતી. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 5 લાખ કરતા પણ વધુ બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી રાષ્ટ્રીય કક્ષાએ ટોપ 1000 બાળકો ઉત્તીર્ણ થયા હતા. જેમાં મહીસાગર જીલ્લા વિવિધ તાલુકાઓ માંથી મહીસાગર જીલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા બાળકો ને આ સ્પર્ધામાં ભાગ લેવડાવવામાં આવ્યો હતો. જેમાંથી 19 પસંદ થયેલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જે બદલ નીરજા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મહીસાગર જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ચેરમેન અનિલભાઈ પંડ્યાએ સૌ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. તથા સેમી ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી ટોપ 230 વિદ્યાર્થીઓમાં સ્થાન પામનાર પ્રિયાંશુ પ્રવીણભાઈ પટેલ અને શાહીર હુસેન શેખ ને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ભાગ લેનાર તમામ બાળકોને ટેબ્લેટ, ટેલિસ્કોપ, રોબોટિક કીટ જેવા વિવિધ ઈનામો આપી તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો.