રાષ્ટ્રવાદી આદિવાસી નૃત્ય મહોત્સવ : ૧૦ દેશોના ૧૫૦૦ કલાકારોની પ્રસ્તુતિથી છત્તીસગઢ ઝુમી ઉઠયું


રાયપુર,
પાટનગર રાયપુરમાં રાજયોત્સવ પર આયોજિત ત્રણ દિવસીય આદિવાસી નૃત્ય મહોત્સવનું રંગારંગ સંપન્ન થયો છે.ત્રણ દિવસ સુધી ચાલેલ આદિવાસી મહોત્સવ કાર્યક્રમમાં દેશ વિદેશથી આવેલા કલાકારોએ મનોમોહક પ્રસ્તુતિથી મન મોહી લીધા હતાં નેશનલ ડાંસ ફેસ્ટિવલના ત્રણ એડિશનમાં ૧૦ દેશોની સાથે દેશભરથી ૧૫૦૦થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો એક તરફ દેશના અલગ અલગ રાજયોથી આવેલા કલાકારોએ કાર્યક્રમની ભારે પ્રશંસા કરતા કહ્યું કે આદિવાસી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું છત્તીસગઢ સરકારનું આયોજન શાનદાર છે.જયારે વિદેશથી આવેલા કલાકારોએ કહ્યું કે છત્તીસગઢીયા ખુબ સારા છે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આદિવાસી નૃત્ય મહોત્સવના મંચથી કહ્યું કે છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલ રાજયમાં એવા વર્ગને આગળ વધારી રહ્યાં છે જેનું સદીઓથી શોષણ થયુ છે.તેમની સરકાર આદિવાસી,દલિત અને પછાત લોકોને આગળ વધારવાની સાથે જ બધાના વિકાસ માટે કામ કરી રહી છે.

તેમણે કહ્યું કે ઝારખંડ અને છત્તીસગઢમાં એટલી સમાનતા છે કે બંન્ને રાજયોના અનેક એવા ક્ષેત્ર છે જયાં માહિતી લગાવવી મુશ્કેલ છે કે તે વિસ્તાર બંન્ને રાજયોમાંથી કયાં રાજયનો છે. હકીકતમાં ઝારખંડ અને છત્તીસગઢ બંન્ને ભાઇ છે.

દરમિયાન છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલે કહ્યું કે આદિમ સંસ્કૃતિ તમામને જોડીને કાર્ય કરે છે.તેને જાળવી રાખવા અને તેની ખુબસુરતીને મોટો ફલક પર બતાવવાના હેતુથી અમે રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનું આયોજન કર્યું છે.મને એ વાતની ખુશી છે કે આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગીદારી કરી તેમણે કહ્યું કે અમે દેશના તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ આયોજન માટે આમંત્રિત કર્યા હતાં. આ પ્રસંગે છત્તીસગઢના કરમા નૃત્ય ને રાષ્ટ્રીય આદિવાસી મહોત્સવ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. જયારે બીજા નંબર પર ઓરિસ્સાનું ઢેંગસા નૃત્ય અને ત્રીજા સ્થાને હિમાચલ પ્રદેશનું ગદ્દી નૃત્ય રહ્યું હતું જયારે સાંત્વના પુરસ્કાર આસામને આપવામાં આવ્યો હતો.