રાષ્ટ્રપતિ જો બાયડેનની વધી મુશ્કેલી, હવે દીકરો હંટર ફેડરલ ફાયર આર્મ્સ કેસમાં દોષિત

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. તેમના પુત્ર હંટર બાયડેનને ફેડરલ ફાયર આર્મ્સના આરોપ હેઠળ દોષિત ઠેરવાયા છે.  ઉલ્લેખનીય છે કે, હંટર વિરુદ્ધ લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી. આ પહેલા અમેરિકી સંસદના સ્પીકર કેવિન મેકકાર્થીએ રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની તપાસની પણ ઘોષણા કરી હતી.

ડેલાવેરની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા અભિયોગ અનુસાર, હંટર સામે 2018 માં બંદૂક ખરીદતી વખતે ડ્રગ્સના ઉપયોગ વિશે ખોટું બોલવાનો આરોપ છે. આ સમય દરમિયાન તેણે ક્રેક કોકેઈનનો વ્યસની હોવાનું સ્વીકાર્યું હતું. હંટર પર ડ્રગ્સ યુઝર તરીકે ગેરકાયદેસર રીતે બંદૂક ખરીદવાનો આરોપ છે. ખરેખર તો અભિયોગ અનુસાર હંટર બંદૂક ખરીદતી વખતે દરેક સમયે જુઠ્ઠું બોલ્યાં. ડેલાવેરની એક બંદૂકની દુકાને 2018માં હંટર કોલ્ટ કોબરા સ્પેશિયલ બંદૂક ખરીદતી વખતે પણ જુઠ બોલ્યા હતા. તેમની સામે બળજબરીપૂર્વક એક બોક્સની ચેકિંગ કરવાનો પણ આરોપ છે. 

રાષ્ટ્રપતિ બાયડેનના પુત્ર હંટર પણ બિઝનેસ ડીલના કારણે તપાસના દાયરામાં સંપડાઈ શકે છે. વિશેષ વકીલે સંકેત આપ્યા હતા કે કેલિફોર્નિયા કે વોશિંગ્ટનમાં સમયસર ચૂકવણી ન કરવાના આરોપમાં કેસ દાખલ થઈ શકે છે. ખરેખર હંટર સામે આરોપ છે કે તેમણે વિદેશમાં વેપારના વિસ્તરણ માટે બાયડેન બ્રાન્ડનો ઉપયોગ કર્યો છે અને અયોગ્ય લાભ મેળવ્યો છે. હંટર સામે ગુંડાગર્દી કરવાનો પણ આરોપ છે.