રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ,વડાપ્રધાન મોદી અને રાહુલગાંધીએ બકરી ઇદ શુભેચ્છા પાઠવી

દેશભરમાં આજે બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ અવસર પર અભિનંદન પાઠવ્યા છે . ઈદ ઉલ અઝહાની શુભેચ્છા પાઠવતા પીએમ મોદીએ દરેક વ્યક્તિ સ્વસ્થ અને ખુશ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વિટ કરીને લખ્યું કે, તમામ દેશવાસીઓને, ખાસ કરીને દેશ-વિદેશમાં રહેતા મુસ્લિમ ભાઈ-બહેનોને ઈદ-ઉઝ-ઝુહાની હાદક શુભેચ્છાઓ! ત્યાગ અને બલિદાનનો આ તહેવાર આપણને દરેક સાથે ખાસ કરીને જરૂરિયાતમંદ લોકો સાથે આપણી ખુશીઓ વહેંચવાનો સંદેશ આપે છે. આ અવસર પર આપણે સૌ દેશવાસીઓ, ખાસ કરીને વંચિત વર્ગના લોકોના હિતમાં સાથે મળીને કામ કરવાનો સંકલ્પ કરીએ.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું આ વિશેષ અવસર આપણા સમાજમાં સંવાદિતા અને એક્તાના બંધનને વધુ મજબૂત બનાવે. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે.

ભાજપના નેતા સૈયદ શાહનવાઝ હુસૈને કહ્યું, “હું સમગ્ર દેશના લોકોને ઈદની શુભેચ્છા પાઠવું છું, હું લોકોને અપીલ કરું છું કે આ તહેવાર શાંતિ અને ભાઈચારા સાથે ઉજવે.” હું આશા રાખું છું કે દરેકના જીવનમાં ખુશીઓ આવે અને દેશ પ્રગતિ કરેપ”

કોંગ્રેસ અયક્ષ ખડગેએ ટ્વિટ કરીને કહ્યું કે, ઈદ ઉલ અઝહા નિ:સ્વાર્થ બલિદાન, વિશ્ર્વાસ અને ક્ષમાના સિદ્ધાંતોનું પ્રતીક છે. આપણે આ આનંદના પ્રસંગમાંથી પ્રેરણા લેવી જોઈએ અને શાંતિપૂર્ણ, સુમેળભર્યા અને પ્રગતિશીલ સમાજ માટે ભાઈચારાના મજબૂત બંધનોને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરવો જોઈએ.