રાષ્ટ્રગીતના અપમાનનો કેસ :મમતા બૅનરજી સામે ફરિયાદ કરવા મંજૂરી લેવી જરૂરી નહોતી કોર્ટ

મુંબઇ,

મુંબઈમાં બીજેપીના કાર્યર્ક્તા વિવેકાનંદ ગુપ્તાએ ગયા વર્ષે મૅજિસ્ટ્રેટની અદાલતમાં ફરિયાદ નોંધાવી ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવા માટે મંજૂરી લેવાની જરૂર નહોતી, કારણ કે કથિત બનાવ તેમની સત્તાવાર નહીં, બલકે રાજકીય મુલાકાત દરમ્યાન બન્યો હતો.

સંસદસભ્યો અને વિધાનસભ્યો સામેના કેસ માટેની અહીંની સ્પેશ્યલ કોર્ટે કેસ મામલે સ્થાનિક મૅજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા મમતા બૅનરજી વિરુદ્ધ જારી કરવામાં આવેલાં સમન્સ સામે મમતાએ દાખલ કરેલી રિવ્યુ પિટિશનની સુનાવણી હાથ ધરી હતી.

મુંબઈમાં બીજેપીના કાર્યર્ક્તા વિવેકાનંદ ગુપ્તાએ ગયા વર્ષે મૅજિસ્ટ્રેટની અદાલતમાં ફરિયાદ નોંધાવીને આક્ષેપ કર્યો હતો કે મમતા બૅનરજી ડિસેમ્બર, ૨૦૨૧માં મુંબઈની મુલાકાત દરમ્યાન એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું ત્યારે ઊભાં થયાં નહોતાં. વિવેકાનંદે પ્રિવેન્શન ઑફ ઇન્સલ્ટ્સ ટુ નૅશનલ ઓનર ઍક્ટ હેઠળ મમતા સામે એફઆઇઆર દાખલ કરવાની માગણી કરી હતી.

મૅજિસ્ટ્રેટે જારી કરેલાં સમન્સ સામે મમતા બૅનરજીએ સ્પેશ્યલ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરીને જણાવ્યું હતું કે આ કેસમાં પબ્લિક સર્વન્ટ સામે કાર્યવાહી કરવા માટેની જરૂરી મંજૂરી લેવામાં નહોતી આવી.

રાજ્ય સરકાર વતી ઍડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સુમેશ પંજવાણીએ મંગળવારે દલીલ કરી હતી કે મમતા બૅનરજીએ સત્તાવાર નહીં, બલકે રાજકીય હેતુથી મુંબઈની મુલાકાત લીધી હોવાથી મંજૂરી લેવી જરૂરી નહોતી.