અજોડ સંસ્કૃતિપુરૂષ અને સનાતન હિન્દુ ધર્મના અર્વાચીન યુગના જ્યોતિર્ધર એવા પ્રમુખસ્વામી મહારાજને સંસ્કૃતિ દિન નિમિત્તે અપાઈ ભવ્ય અંજલિ.
આજે મહોત્સવના દ્વિતીય દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં રાજકીય, સામાજિક અને ઓદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનાર્થે પધાર્યા હતા. તેઓ આજના વિશિષ્ટ સંસ્કૃતિ દિન કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતા.
10,000 વર્ષ પુરાણી ભારતીય સંસ્કૃતિના જ્ઞાન, મૂલ્ય, અધ્યાત્મ વારસાની ભાગીરથીને સમગ્ર વિશ્ર્વમાં પ્રવાહિત કરનાર પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિની ચેતનાને જનમાનસમાં જગાડવાનું અભૂતપૂર્વ કાર્ય કર્યું. સંસ્કૃતિના આધારસ્તંભો એવાં શાસ્ત્ર, મંદિર અને સંત ત્રણેયને પોષણ આપી ભારતીય સંસ્કૃતિને નવપલ્લવિત કરી. યુગપુરૂષ પ્રમુખસ્વામી મહારાજના સંસ્કૃતિરક્ષાના વિવિધ પાસાંઓને આજની વિશિષ્ટ સભામાં આવરી લેવામાં આવ્યાં હતાં.
પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન, કીર્તન સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભગવદ્ગુણોના ધારક એવા પ્રમુખ સ્વામી મહારાજના વિરલ ગુણોનું દર્શન ઇઅઙજ સંસ્થાના વિદ્વાન સંત અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રને આલેખનાર પૂ. આદર્શજીવન સ્વામીએ કરાવ્યું હતું.
મહાનુભાવોના સ્વાગત બાદ સનાતન હિન્દુ ધર્મનાં ત્રણ આધારભૂત શાસ્ત્રો શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર એટલે કે પ્રસ્થાનત્રયી પર ભાષ્યની રચના કરનાર ઇઅઙજ સંસ્થાના વિદ્વાન સંત મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના સંસ્કૃતિ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન અને વિશ્ર્વવ્યાપી સર્જનોમંદિરોની અદ્ભુત સૃષ્ટિ વિષે પ્રકાશ પાડ્યો હતો.
આજના કાર્યક્રમમાં જમ્મુ અને કશ્મીરના લેફટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા, એલિકોન કંપનીના ચેરમેન અને મનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રયાસવીન પટેલ, ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસના સિક્યુરિટી ડિરેક્ટરશ્રી ભરતભાઈ જોશી, લીંબડીના ઠાકોર સાહેબ આદરણીય શ્રી જયદીપસિંહજી છત્રસાલજી સિંહજી, માધવાણી ગ્રૂપના ડિરેક્ટર શ્રી શ્રાઇ માધવાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી કિરીટકુમાર પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, શ્રી ગિરીશ દત્તાત્રેય, અને UKથી શ્રી ચાર્લ્સ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
જમ્મુ અને કશ્મીરના લેફટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું,
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું,
GCCI કોન્ફરન્સમાં આમંત્રિત મહાનુભાવોના ઉદગાર:
આજે સવારના સત્રમાં GCCI કોન્ફરન્સનું આયોજન થયું હતું. તેમાં
ઉપસ્થિત મહાનુભાવો:
- શ્રી દીપક પારેખ, HDFC લિમિટેડ, ચેરમેન.
- શ્રી ચંદુભાઈ વિરાણી, ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર, બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ.
- શ્રી ગોવિદભાઈ ધોળકિયા, ફાઉન્ડર અને ચેરમેન, શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટસ પ્રાઇવેટ લિમિટેડ
- CA નીલેશ શાહ, મેનેજિંગ ડિરેક્ટર, કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ.
- ડો. શર્વિલ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, ઝાયડસ લાઈફ સાયન્સીસ લિમિટેડ.
- શ્રી અર્જુન હાંડા, ચેરમેન, કલેરિસ લાઈફ સાયન્સીસ.
- પથિક પટવારી, GCCI ચેર.
- અજય પટેલ.
- યોગેશ પરીખ, સેક્રેટરી.
- જૈનિલ શાહ, કો- ઓર્ડીનેટર.
HDFC બેન્કના ચેરમેન અને આજની કોન્ફરન્સમાં કી-નોટ સ્પીકર તરીકે ઉપસ્થિત શ્રી દીપક પારેખે જણાવ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, ઇઅઙજ સંસ્થા જે ઉદાત્ત મૂલ્યોની પ્રતિષ્ઠા માટે કાર્યરત છે. તેને ફરી દૃઢ કરાવે છે. સમગ્ર માનવ જાત પર આધ્યાત્મિક પ્રકાશ પાથરવામાં અને વિશ્ર્વમાં માંગલ્ય પ્રસરાવવા બદલ પ્રમુખસ્વામી મહરાજના આપણે ઋણી છીએ.
આપણે સાચા અર્થમાં ભાગ્યશાળી છીએ કે આપણા માનનીય પ્રધાનમંત્રીને પણ તેમના જીવનમાં પ્રમુખસ્વામી મહારાજનું માર્ગદર્શન સાંપડ્યું. સમગ્ર વિશ્ર્વ પ્રમુખસ્વામી મહારાજને શાંતિના દૂત તરીકે યાદ કરી રહ્યું છે. ભવિષ્ય નિર્માણ આપમેળે થતું નથી પરંતુ તેના માટે પુરૂષાર્થ કરવો પડે છે, BAPS સંસ્થા ભવિષ્યનું ઘડતર કરી રહી છે. GCCI સંસ્થાનું કાર્ય ભારતની આધ્યાત્મિક ચેતનાને પ્રજવલિત કરી રહી છે.
BAPS ના પ્રમુખ શ્રી પ્રતીક પટવારીએ જણાવ્યું હતું,
દર 15 દિવસે પ્રમુખસ્વામી મહારાજે એક ઇન્સ્ટિટ્યટનું સર્જન કર્યું ! કલ્પના કરો કે ભૂમિ સંપાદનથી લઈને લોકાર્પણ સુધીની સરેરાશ સમયમર્યાદા માત્ર 15 દિવસ! પ્રમુખસ્વામી મહારાજના જીવનના આંખે ઉડીને વળગે તેવા સદ્ગુણો હતા : પ્રેમ, માનવતા, સંવાદિતા, શાંતિ, સેવા અને ભગવાનમાં શ્રદ્ધા. BAPS સંસ્થા અને આ મહોત્સવ માટે સમગ્ર વિશ્ર્વમાં અનહદ આદર અને આકર્ષણ છે. ભૂકંપ હોય કે મહામારી, BAPS સંસ્થા સમાજની પડખે ઊભી રહી. દવાઓ હોય કે ભોજન, ઑક્સીજન સિલિન્ડર હોય કે મેડિકલ ટ્રાન્સપોટેશન, ઇઅઙજ સંસ્થાએ સેવામાં મોખરે રહી સમાજને રાહત પહોંચાડી.
યુક્રેનરશિયા યુદ્ધ વખતે પ્રધાનમંત્રીએ બ્રહ્મવિહારી સ્વામીને કોલ કર્યો અને માત્ર 48 કલાકમાં સ્વયંસેવકો સેવામાં હાજર થઈ ગયા. સરકારને પણ ઇઅઙજ સંસ્થા પર કેટલો વિશ્ર્વાસ છે તે આ પ્રસંગ દર્શાવે છે. આપણાં વિદ્યાર્થીઓના ભોજન માટે સ્વયંસેવકોએ પહોંચીને ભોજન વ્યવસ્થાનો પ્રારંભ કરી દીધો. આવી આયોજન ક્ષમતા ભાગ્યે જ જોવા મળે છે.
આજે હજારો ભક્તો-ભાવિકો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં Parabhakti Day: Celebrating Devotion to God એટલે કે પરાભક્તિ દિન ની ભવ્ય ઉજવણી થશે, જેમાં પ્રમુખસ્વામી મહારાજના ભગવાન પ્રત્યેના અનન્ય ભક્તિભાવ, નિતાંત દાસભાવનાં દર્શન કરાવતાં હ્રદયસ્પર્શી જીવનપ્રસંગોનું વિશિષ્ટ પ્રવચનો અને પ્રસ્તુતિઓ દ્વારા નિદર્શન થશે.