રસ્તાની કામગીરી તેમજ આડેધડ પાર્કિંગના પગલે ઠેર ઠેર ટ્રાફિક ગામના દ્રશ્યો:તંત્ર ટ્રાફિક દૂર ક્યારે કરશે?

  • સંજેલી ઝાલોદ રોડ પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામથી વાહન ચાલકો કંટાળ્યા.
  • તંત્ર દ્વારા પોઇન્ટ મૂકી ટ્રાફિક દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સંંજેલી, સંજેલીમાં જુદા જુદા વિસ્તારોમાં રસ્તા નવીનીકરણની કામગીરી ગોકુળગતીએ ચાલી રહી છે. અને તેમાંય એજન્સી દ્વારા હલકી ગુણવત્તા યુક્ત કામગીરી કરતા રસ્તાની કામગીરીને લઈ ભારે વિવાદ ઉઠવા પામ્યો છે. તો બીજી તરફ રસ્તાની અધુરી કામગીરી નગરના જુદા જુદા વિસ્તારમાં વાહન ચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ કરી દેતા ઠેર-ઠેર ચક્કાજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અધૂરામાં પૂરૂં હાથલારી, તેમજ પથારા વાળાઓએ અડીંગો જમાવી દેતા પરિસ્થિતિ વધુ કપરી બનવા પામી છે. તેમાંય સંજેલી-ઝાલોદ રોડ ઉપર વાહન ચાલક પોતાની મનમાની ચલાવીને રોડ પર જ આડેધડ પાર્કિંગ કરતા વારંવાર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ કંટાળ્યા છે. સંજેલી વિસ્તારમાં ઉદ્ભવા પામેલી ટ્રાફિકની આ સમસ્યાને સ્થાનિક તંત્ર દ્વારા ગંભીરતાથી લઈ ઝાલોદ રોડ પર પોઇન્ટ મૂકી ટ્રાફિક દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.