રસ્તાને અડીને આવેલ કમ્પાઉન્ડ વોલ વગરની શહેરા ઉર્દુ શાળા અને કુમાર શાળામાં 758 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા

  • ઉર્દુ શાળા અને કુમાર શાળા બે પાળીમાં ચાલી રહી.
  • રસ્તાને અડીને આવેલ આ બન્ને શાળાને કમ્પાઉન્ડ વોલ નહિ હોવાથી બાળકોને અકસ્માત થવાનો ભય રહેલો છે.
  • શાળા ખાતે કમ્પાઉન્ડ વોલ બને એ માટે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા નગરપાલિકા સહિતના સંબંધિત તંત્રને અનેક રજૂઆત કરાઇ.
  • શાળા ની બહાર પસાર થતા રસ્તા ઉપર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે એવી લોક માંગ ઉઠી.

શહેરા, શહેરા સરકારી દવાખાના પાસે આવેલી ઉર્દુ શાળા અને કુમાર શાળામાં 758જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવા સાથે સતત વાહનોના અવરજવર વાળા રસ્તાને અડીને આવેલ શાળા ખાતે કમ્પાઉન્ડવોલ નહી બનાવવામાં આવા સાથે રસ્તા ઉપર સ્પીડ બ્રેકર નહીં મૂકવાના કારણે વિદ્યાર્થીઓને જીવનું જોખમ રહેલું છે. શાળાના મુખ્ય શિક્ષક દ્વારા નગરપાલિકા સહિતના સંબંધિત તંત્રને શાળા ખાતે કમ્પાઉન્ડવોલ બનાવવા માટે અનેક રજૂઆતો કરવા છતાં આ બાબતને ગંભીરતા લેવામાં નહીં આવતા વાલીઓમાં છૂપો આક્રોશ તંત્ર સામે જોવા મળી રહ્યો હતો.

શહેરા નગરપાલિકા વિસ્તારમાં સરકારી દવાખાના પાસે વાહનોના અવરજવર વાળા રસ્તા ઉપર આવેલી કમ્પાઉન્ડવોલ વગરની ઉર્દુશાળા અને કુમાર શાળા બે પાળીમાં ચાલી રહી છે. ઉર્દુ શાળા સવારમાં અને કુમારશાળા બપોરની પાળીમાં ચાલતી હોવા સાથે આ બન્ને શાળામાં 758 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જોકે, સતત વાહનોના અવરજવર વાળા આ રસ્તાને અડીને આવેલી આ શાળામાં અભ્યાસ કરતા બાળકો રિષેશ માં રસ્તાને અડીને રમતા હોવાથી અકસ્માત થવાની પણ શક્યતાઓ રહેલી છે. શાળાના મુખ્ય શિક્ષક દ્વારા 758 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય આ શાળાની કમ્પાઉન્ડવોલ વહેલી તકે બનાવવામાં આવે એવી અનેક રજૂઆતો નગરપાલિકા તંત્રને પણ કરવામાં આવી હતી. ઉર્દુ શાળા અને કુમાર શાળાને અડીને આવેલ રસ્તા ઉપર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તે પણ હાલની પરિસ્થિતિને જોતા અત્યંત જરૂરી બની રહયુ હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક અહીં બમ્પ મૂકવામાં આવેતો પૂર ઝડપે નીકળતા વાહન ચાલકો પોતાની ગાડી ધીમી કરીને નીકળે તો શાળામાં અભ્યાસ કરતા કોઈ વિદ્યાર્થી વાહનના અડફેટે આવી શકે નહી, આ બાબતે સ્થાનિક તંત્ર પણ આ શાળાની પરિસ્થિતિ થી વાકેફ હોવા છતાં કમ્પાઉન્ડવોલ નહિ બનાવવાના કારણે કાલ ઊઠીને કોઈ મોટી ઘટના અહી બને તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો જાગૃત વાલીઓ માંથી ચર્ચાઇ રહયા હતા. આ શાળા નુ મેદાન નાનુ હોવા સાથે સાથે ખાડા પડી જવાના કારણે બાળકોને રમવામાં પણ તકલીફ પડતી હોય એવા દ્રશ્યો પણ જોવા મળી રહયા હતા.આ શાળામાં અભ્યાસ કરતા 758જેટલા વિદ્યાર્થીઓ શાળામાં આવવાના અને છૂટવાના સમયે વિદ્યાર્થીઓ રસ્તો ક્રોસ કરીને પોતાના ઘરે જતા હોવાથી જાગૃત વાલીઓ દ્વારા આ બાબતને લઈને ધારાસભ્યથી લઈને જીલ્લા કલેકટર ને લેખીત અને મૌખિક રજૂઆત આવનારા દિવસોમાં કરવામાં આવનાર છે.

શહેરા નગર વિસ્તારમાં આવેલ ઉર્દુશાળા અને કુમાર શાળામાં 758 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. રસ્તાને અડીને આવેલ શાળાને કમ્પાઉન્ડ વોલ નહીં હોવાથી વિદ્યાર્થીઓને અકસ્માત ગમે ત્યારે થઈ શકે તેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. વાહનોની સતત અવરજવર વાળા આ રસ્તાને અડીને આવેલા શાળા ખાતે કમ્પાઉન્ડ વોલ નવીન બનાવવામાં આવે એ માટે નગરપાલિકા તંત્રને શાળાના મુખ્ય શિક્ષક દ્વારા અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં અહીં કોઈ ઘટના બને ત્યારબાદ તંત્ર જાગશે કે શું? શાળાની બહાર પસાર થતાં રસ્તા ઉપર સ્પીડ બ્રેકર અવશ્ય હોય તેમ છતાં અહીં બમ્પ સંબંધિત તંત્ર દ્વારા મુકેલ નથી.