મુંબઇ,
પુષ્પા : ધ રાઇઝમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની જોડીની કેમેસ્ટ્રી દર્શકોને બહુજ પસંદ પડી હતી. આ પછી રશ્મિકા મંદાનાની લોકપ્રિયતા વધી ગઇ હતી. તેને નેશનલ ક્રશ કહેવા લાગ્યા. આ પછી રશ્મિકા મંદાનાએ પોતાની ફીમાં વધારો કર્યો હોવાની પણચર્ચા હતી. એટલું જ નહીં તેણે પુષ્પાની સફળતા પછી પાંચ પાંચ ઘર લીધા હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર વારંવાર થતી હતી.
રશ્મિકા મંદાનાએ પાંચ પાંચ ઘર લીધા હોવાની વાત વિશે સોશિયલ મીડિયા પર પ્રત્યુત્તર આપ્યો છે. તેણે આ વાતને પાયાવિહોણી ગણાવી છે. રશ્મિકા માટેની પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેણે હૈદરાબાદ, મુંબઇ, ગોવા, કુર્ગ અને બેંગલોરમાં પાંચ વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. તેની કરોડોની સંપત્તિ છે. રશ્મિકાએ આ બાબતે સ્પષ્ટતા કરી છે. રશ્મિકા મંદાનાએ આ વાતને રિએકટ કરતાં લખ્યું છે કે, કદાચ આ વાત સાચી હોત. તેનું આ એક વાક્ય જ લોકોને ઘણું બધું કહી દીધું છે. તેણે આ વાતમાં કોઇ તથ્ય હોય તેમ કહ્યું નથી.