મુંબઇ, રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની ડેટિંગની અફવા પાછલા ઘણાં સમયથી ચર્ચામાં છે. જ્યાં અભિનેત્રી પોતાની આવનારી ફિલ્મ ’એનિમલ’ના પ્રમોશનમાં રણબીર કપૂર સાથે વ્યસ્ત છે. તો રણબીરે બંનેના સંબંધ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જ્યારે રશ્મિકા અને રણબીર ડિરેક્ટર સંદીપ વાંગા સાથે એક ચેટ શોમાં પહોંચ્યા હતા.
અભિનેતા નંદમુરી બાલકૃષ્ણના શોના એક સેગમેન્ટમાં સંદીપ અને રશ્મિકાને ફિલ્મ અર્જુન રેડ્ડી અને એનિમલની વચ્ચે એક ફિલ્મ સિલેક્ટ કરવા કહેવામાં આવ્યું.ત્યારે રણબીરે રશ્મિકાને ચીડવવાનું શરૂ કરી દીધું. કારણ કે અભિનેત્રીએ જણાવવાનું હતું કે વિજય દેવરકોંડા અને રણબીર કપૂરમાંથી કોણ બેસ્ટ એક્ટર છે. કોણ રીલ હીરો છે અને કોણ રીયલ હીરો છે. જ્યારે રશ્મિકાએ આ સવાલનો જવાબ આપવાની ના પાડી દીધી, તો નંદમુરીએ સંદીપને વિજયને ફોન કરવા કહ્યું, પણ વિજયે કોલ મિસ કરી દીધો. રણબીરે પછી કહ્યું, સર…રશ્મિકાને ફોન કરવા દો, વિજય સંદીપનો ફોન નહીં ઉઠાવશે. આ સાંભળતા જ રશ્મિકા શરમાઈ ગઇ.
રણબીરે સેટ પર રશ્મિકાનો ફોન માગ્યો અને કહ્યું કે, તે વિજયને કોલ કરે. પણ અભિનેતાએ તેનો ફોન ઉઠાવ્યો નહીં. બલ્કે ડિરેક્ટર સંદીપ વાંગાને કોલબેક કર્યો. તો રશ્મિકાને પણ ફોન આવ્યો. જેવું રશ્મિકાએ હેલ્લો કહ્યું તો વિજયે પૂછ્યું કે….શું ચાલી રહ્યું છે? તો રશ્મિકાએ શરમતા કહ્યું કે બધુ સારું છે. સાથે જ ચેતવણી પણ આપી કે ફોન સ્પીકર પર છે તો તે સાવચેતીથી વાત કરે.