
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે રશિયાએ ચેર્નોબિલમાં પરમાણુ રિએક્ટર પર ડ્રોન હુમલો કર્યો છે. જેનાથી વૈશ્વિક પરમાણુ સુરક્ષા જોખમમાં મુકાઈ હતી. આ હુમલાનો દાવો ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કર્યો છે.
ઝેલેન્સકીએ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવી અને પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવવાને ખતરનાક ગણાવ્યું છે. જો કે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકી તરફથી આ હુમલાની પુષ્ટિ બાદ ફાયર સેફ્ટી અધિકારીઓએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ જણાવ્યું હતું કે હુમલો સ્થાનિક સમય અનુસાર સવારે 1.50 વાગ્યે થયો હતો. રશિયાએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેમણે રશિયા પર આંતરરાષ્ટ્રીય નિયમોની અવગણના કરવાનો આરોપ લગાવ્યા અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટને નિશાન બનાવવો, જે સમગ્ર વિશ્વ માટે ગંભીર જોખમ છે. ઝેલેન્સકીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા હુમલાઓ વૈશ્વિક સુરક્ષાને નબળી પાડી શકે છે.
નિષ્ણાતો રશિયાના આ હુમલાને વૈશ્વિક સુરક્ષા માટે મોટો જોખમી માની રહ્યા છે. ચેર્નોબિલ પર બનેલ આ વિશેષ એકમ યુક્રેનમાં બનાવવામાં આવ્યું હતું, તે યુરોપ, અમેરિકા અને અન્ય દેશોની મદદથી કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય રેડિયેશનના જોખમોને ટાળવાનો હતો. જો કે યુક્રેનનું કહેવું છે કે,રશિયન ડ્રોન હુમલા બાદ પ્લાન્ટમાં રેડિયેશનનું સ્તર સામાન્ય છે.
ડ્રોન હુમલા બાદ લાગેલી આગ કાબૂમાં
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની પુષ્ટિ બાદ ફાયર સેફ્ટી અધિકારીઓએ માહિતી આપી હતી કે ચેર્નોબિલ પ્લાન્ટ પર ડ્રોન હુમલા બાદ લાગેલી આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવામાં આવી છે. જો કે, આ ઘટનાએ ચેર્નોબિલ જેવા સંવેદનશીલ સ્થાનો સામેના જોખમો વિશે વિશ્વને ફરી એકવાર સતર્ક કર્યું છે.
રેડિયેશનનું જોખમ નથી રશિયન ડ્રોન હુમલા બાદ ચેર્નોબિલ પ્લાન્ટમાં રેડિયેશન સ્તરની તપાસ કરવામાં આવી હતી. તપાસ પછી, નિષ્ણાતોએ પુષ્ટિ કરી છે કે હાલમાં રેડિયેશનનું કોઈ અસામાન્ય સ્તર મળી આવ્યું નથી. પ્લાન્ટના અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે જેથી ભવિષ્યમાં કોઈપણ જોખમને ટાળી શકાય.
ચેર્નોબિલ: વિશ્વની સૌથી મોટી પરમાણુ દુર્ઘટના
1986માં ચેર્નોબિલમાં થયેલા પરમાણુ વિસ્ફોટને વિશ્વની સૌથી ખરાબ પરમાણુ દુર્ઘટનાઓમાં ગણવામાં આવે છે. આ દુર્ઘટના પછી રેડિયોએક્ટિવ રેડિએશન યુરોપના મોટા ભાગોમાં ફેલાઈ ગયું હતું.. લાખો લોકોના જીવનને જોખમમાં મૂક્યું હતું.