નવીદિલ્હી,
અફઘાનિસ્તાનના સ્પીનર રાશિદ ખાને સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી ટી-૨૦ લીગમાં ઈતિહાસ રચી દીધો છે. પ્રિટોરિયા કેપિટલ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં ત્રણ વિકેટ લઈને ટી-૨૦ ક્રિકેટમાં પોતાની ૫૦૦ વિકેટ પૂર્ણ કરી લીધી છે.
આ મુકામ હાંસલ કરનારો દુનિયાનો સૌથી યુવા બોલર બની ગયો છે. તેના ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઑલરાઉન્ડર ડવેઈન બ્રાવોએ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં ૫૦૦થી વધુ વિકેટ મેળવી છે પરંતુ રાશિદે તો આ કારનામું માત્ર ૨૪ વર્ષની ઉંમરે કરી બતાવ્યું છે. જો તે આવી રીતે જ રમશે તો આવનારા વર્ષોમાં અનેક રેકોર્ડ પોતાના નામે કરી લેશે.
ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બ્રાવોના નામે છે. બ્રાવોએ ૫૫૬ મેચમાં ૬૧૪ શિકાર કર્યા છે જ્યારે રાશિદ ખાને પોતાની ૩૭૧મી મેચમાં જ ૫૦૦ વિકેટનો કીતમાન હાંસલ કરી લીધો છે. તેના ઉપરાંત આ યાદીમાં સુનિલ નરૈન (૪૭૪), ઈમરાન તાહિર (૪૬૬) અને શાકિબ-અલ-હસન (૪૩૬) રહેલા છે. રાશિદ આ સાથે જ ૫૦૦ ટી-૨૦ વિકેટ પોતાના નામે કરનારો દુનિયાનો પ્રથમ સ્પીનર બન્યો છે. રાશિદે ટી-૨૦ કિરયરની ૩૬૮ ઈત્રનંગમાં ૫૦૦ વિકેટ ૧૮.૧૦ની સરેરાશ અને ૬.૩૦ની ઈકોનોમી સાથે ખેડવી છે.
આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ ૧૭ રહ્યો છે. રાશિદ પોતાના ટી-૨૦ કરિયરમાં નવ વખત ચાર અથવા તેનાથી વધુ વિકેટ મેળવી ચૂક્યો છે તો ચાર વખત તેણે પાંચ વિકેટ મેળવી છે.