સૂર્ય દેવ 16 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ગોચર કરશે અને આ જ રાશિમાં 17 ઓક્ટોબર 2020 સુધી સ્થિત રહેશે. જ્યોતિષ વિજ્ઞાનમાં સૂર્ય તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્ય માન સન્માન આપનાર, ઉચ્ચ પદ પ્રદાન કરનાર, સરકારી કામકાજ કરાવી આપનાર માનવામાં આવે છે. આ ગોચરના પ્રભાવથી તમામ રાશિઓ પર કેવી અસર થશે જાણીએ વિસ્તારથી.
મેષ રાશિ
સામાજીક ચિંતાઓનો ઉકેલ મળે. આર્થિક મુંઝવણ અનુભવાય. મિલન મુલાકાતનો સમય સારો. ચિંતાઓનાં વાદળ વિખેરાતાં જણાય. વિવાદ ટાળજો. તબિયત સુધરે. ખર્ચનો પ્રસંગ સર્જાય.
વૃષભ રાશિ
પ્રયત્નોનું સારુ ફળ પ્રાપ્ત થતુ જણાય. આરોગ્યને સાચવવા જરુર છે. સ્વજનોની સાથે સંવાદ થાય. ધાર્યા કામમાં વિઘ્નનો અનુભવ. કૌટુંબિક-સામાજિક બાબત અંગે સાનુકૂળતા. પ્રવાસ સફ્ળ જણાય.
મિથુન રાશિ
કાર્યલાભ અને પ્રગતિના સંજાગ ઉભા થાય. કોઇની સાથેના વિવાદનો ઉકેલ આવે. અકસ્માતથી સંભાળવુ. માનસિક આવેશ અને ક્રોધ પર કાબૂ રાખજો. વ્યવસાયિક કાર્યમાં પ્રગતિ. ગૃહજીવનની સમસ્યા દૂર થાય.
કર્ક રાશિ
મહત્વની તક સર્જાતી જણાય. પરિશ્રમમાં વધારો કરવાથી લાભ રહે. સફળતાનો ઉત્તમ સમય આવેલ જણાય. આપના પ્રયત્નનું શુભ ફ્ળ ચાખી શકશો. સ્વાસ્થ્ય સાચવવાની સલાહ. નાણાભીડ વધતી જણાય.
સિંહ રાશિ
આપના મનની મૂંઝવણમાંથી બહાર આવી શકશો. સામાજિક કાર્ય થઈ શકે. ખર્ચ પર કાબૂ રાખજો. સાસરીયા પક્ષ સાથે વાદ વિવાદ ન થાય તે જોવુ
કન્યા રાશિ
અકારણ ઉદ્વેગમાંથી બહાર આવી શકો. નાણાકીય પ્રશ્ન હલ થાય. આર્થિક પરિસ્થિતિ અને માનસિક સ્થિતિ વણસતી જણાય. તબિયત સાચવી લેજો. પ્રવાસમાં વિલંબ અનુભવાય.
તુલા રાશિ
કોઇ નવા કાર્યની શરુઆત ન કરવી. વિવાદિત વાતાવરણથી દુર રહેવુ. ઓચિંતા ખર્ચમાં વધારો થાય. આપની અગત્યની કામગીરી અંગે સમય સુધરતો જણાય. પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. સામાજિક પ્રસંગથી આનંદ અનુભવાય.
વૃશ્ચિક રાશિ
નોકરીની આશા ફળીભુત થતી જણાય. આરોગ્યને લગતી ચિંતાઓ દુર થાય. ભાગીદારી ધંધામાં મતભેદ સર્જાય. આપની અંતઃકરણની બેચેની દૂર થાય. ટેન્શનમાંથી મુક્તિ મળે. અગત્યની તક મળતી જણાય.
ધન રાશિ
નાણાકિય ચિંતા સતાવે . આધ્યાત્મિક વલણ આજે આપને ફાયદો કરાવે. શારીરિક સમસ્યાઓ આજે આપને પરેશાન કરે. ધીમેધીમે સાનુકૂળતા સર્જાય. ગૃહવિવાદ ટાળજો. નાણાભીડ વધતી લાગે. વ્યસ્તતા લાગે.
મકર રાશિ
પ્રવાસના યોગ આજે બને છે. મતભેદોનું નિરાકરણ આવે. પરિવારની શાંતિ ન ડોહળાય તે જાવુ. માનસિક આવેગ વધે નહીં તે જોજો. નસીબ નબળું જણાય. દલીલથી દૂર રહેજો. ખર્ચ વધે.
કુંભ રાશિ
વ્યવસાયિક ક્ષેત્રે પિતાનો સહકાર મળે. વડિલોના આશિર્વાદ પ્રાપ્ત થાય. સંતાનની ચિંતા સતાવે. આપના પ્રયત્નોનું મીઠું ફ્ળ ચાખી શકશો. તબિયત ચિંતા દૂર થાય. આર્થિક બાબતો ગૂંચવાતી લાગે.
મીન રાશિ
હિત શત્રુઓથી સાવધાન રહેવુ. શરીરના કેટલાક ભાગોમાં દુઃખાવો રહે. મન વિચલીત થઇ શકે છે વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવી શકાય. સ્નેહી-સ્વજન- સગાં ઉપયોગી બને.