રેપર હનીસિંહ અને શાલિની તલવારનો ૧૨ વર્ષનો સંબંધ તૂટયો

Rapper હની સિંહ છેલ્લાં થોડા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચાનો વિષય બનેલા છે. આ વચ્ચે જ હની સિંહનાં છૂટાછેડાને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. દિલ્હીની એક કોર્ટે હની સિંહ અને શાલિનીનાં છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.  બંનેનાં 12 વર્ષોનાં આ સંબંધને હવે પૂર્ણવિરામ લાગ્યો છે. છેલ્લાં 2.5 વર્ષથી ચાલી રહેલા કોર્ટ કેસને પૂર્ણ કરતાં હવે છૂટાછેડાને મંજૂરી આપી દેવામાં આવી છે. પત્ની શાલિની તલવારે હની સિંહ પર ઘરેલૂ હિંસાનો આરોપ લગાડ્યો હતો અને રેપરની ફિમીલી દ્વારા માનસિક ઉત્પીડન કર્યા હોવાની ફરિયાદ કરી હતી.

વર્ષ 2021માં હની સિંહ પર તેની પત્ની શાલિની તલવારે ઘરેલૂ હિંસાનાં આરોપો લાદ્યા હતાં. આ દરમિયાન હની સિંહની ફેમિલી પર પણ તેને પત્નીએ માનિસક અને શારીરિક ઉત્પીડનનાં આરોપ લગાડ્યાં હતાં. આ સિવાય શાલિનીએ કહ્યું હતું કે હની સિંહે તેને ચીટ કર્યું છે અને પૈસાને લઈને પણ તેની સાથે ફ્રોડ કર્યો છે. ગતવર્ષે સપ્ટેમ્બરમાં શાલિનીએ તેમને 1 કરોડ રૂપિયાનું ડિમાંડ ડ્રાફ્ટ પણ સોંપ્યો હતો. જો કે કોર્ટમાં બંને વચ્ચે મામલો સેટલ થયા બાદ હવે છૂટાછેડાને મંજૂરી આપવામાં આવી છે. 

હની અને શાલિનીએ લગ્ન પહેલા એકબીજાને 20 વર્ષો માટે ડેટ કર્યું હતું. જો કે આરોપો પર હની સિંહે કહ્યું હતું કે મારા અને મારા પરિવાર પર જે આરોપો લગાડવામાં આવ્યાં છે તેનાથી હું ઘણો દુ:ખી છું. આ બંને લોકો એકબીજાને બાળપણથી જાણતાં હતાં. સ્કૂલથી જ બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. જો કે લાંબા સમયની ડેટિંગ બાદ કપલે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2011માં બંનેએ ગુરુદ્વારામાં લગ્ન કર્યાં.