રણવીર સિંહે હીરો બનીને બાળકનો જીવ બચાવ્યો

મુંબઇ,

બોલીવુડના એનર્જેટિક એક્ટર રણવીર સિંહે શાનદાર એક્ટિંગથી લાખો લોકોના દિલમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. રોલ ભલે હીરોનો હોય કે વિલનનો રણવીર સિંહ દરેક રોલમાં પોતાની જાતને ઢાળી દેવાનું સારી રીતે જાણે છે. આ જ કારણ છે કે ફેન્સ તેની જબરદસ્ત એક્ટિંગના વખાણ કરે છે. હવે એક્ટરના વખાણની લિસ્ટમાં વધુ એક કારણ જોડાઇ ગયું છે. સોશિયલ મીડિયા પર રણવીર સિંહનો એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેને જોયા બાદ ફેન્સે તેને સુપરહીરોનું ટેગ આપ્યું છે.

હકીક્તમાં ગત રવિવારે રણવીર સિંહ મુંબઇમાં કોઇ ઇવેન્ટનો હિસ્સો બનીને પહોંચ્યો હતો. હવે તેવામાં પોતાના ફેવરેટ સ્ટારને જોનારાઓની ભીડ તો લાગવાની જ હતી. જેવો રણવીર સિંહ ત્યાં પહોંચ્યો, મોટી સંખ્યામાં ફેન્સ ત્યાં આવી ચડ્યા. આ દરમિયાન એક્ટરે પોતાના જાણીતા અંદાજમાં લોકોનું ખૂબ મનોરંજન કર્યુ. આ ઇવેન્ટનો જ એક વીડિયો આજકાલ ચર્ચામાં છે.