
બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહને ઇન્ટરનેટ પર વાઇરલ કેવી રીતે થવું એ સારી આવડે છે. હાલમાં જ રણવીર સિંહ મેગેઝિન માટે ન્યૂડ થયો હતો. રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટની તસવીરો વાઇરલ થઈ હતી. આ તસવીરો વાઇરલ થતાં જ ફેશન ક્રિટિક સો.મીડિયા પેજે રણવીર સિંહના ફોટોશૂટને હોલિવૂડ હંક બર્ટ રેનોલ્ડ્સને ટ્રિબ્યૂટ આપી હોવાનું પણ કહ્યું હતું તો બીજી બાજુ સો.મીડિયા યુઝર્સે રણવીર સિંહની મજાક ઉડાવી હતી.

શું કહ્યું રણવીરે?
‘પેપર મેગેઝિન’ને આપેલા ઇન્ટરવ્યુમાં રણવીર સિંહે કહ્યું હતું કે તે ફિઝિકલી ઘણી જ સરળતાથી ન્યૂડ થઈ શકે છે. જોકે તેણે તેનાં કેટલાંક પર્ફોર્મન્સમાં એટલાં માટે કપડાં ઉતાર્યાં હતાં કે ચાહકો તેના આત્માને જોઈ શકે. તેણે એમ પણ કહ્યું હતું કે તેને હજારોની સામે નેક્ડ થવામાં કોઈ વાંધો નથી. જોકે, ઘણી વખત લોકો અસહજ થઈ જતા હોય છે.
